April 2, 2026
ગુજરાત

સાહેબ હવે સંભાળીને....મળ્યો મોકો, માર્યો ચોકો, બેફામ બનેલા PIના સામાજિક સંબંધીએ તો લીલા લેર કરાવી દીધાં...

06:00:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાહેબ હવે સંભાળીને....</strong></span>મળ્યો મોકો, માર્યો ચોકો, બેફામ બનેલા PIના સામાજિક સંબંધીએ તો લીલા લેર કરાવી દીધાં...</p>

પોલીસ ડિપાર્ટમેન્ટના ખાખી પડદા પાછળ શું ચાલે છે? ક્યારેક નાની ગપસપ, ક્યારેક મોટી અંદરની વાત, તો ક્યારેક પોલીસ સ્ટેશનની રમૂજ અને અધિકારીઓની ચર્ચાઓ… ‘ઇન સેકન્ડ્સ’ના વાચકો માટે અમે લાવી રહ્યા છીએ એક ખાસ, ચટપટી અને હળવી શૈલીની રજૂઆત — “સાહેબ… હવે સંભાળીને!” અહીં તમને મળશે રાજ્યભરના પોલીસ બેડામાં ચાલતી સાચી વાતો, જેની ચર્ચા જોરશોરથી થાય છે પરંતુ બહાર બહુ ઓછી આવે છે. તો તૈયાર રહેજો, દર ગુરુવારે, ખાખીના પડદા પાછળની રસપ્રદ કહાણીઓ જાણવા માટે… માત્ર ‘ઇન સેકન્ડ્સ’ પર.

સાહેબ હવે સંભાળીને.... 

બુટલેગરની હિંમત તો જુઓ, WhatsApp સ્ટેટસમાં દારૂની બ્રાન્ડ અવેલેબલ છે ફોટો સાથે મૂકી દીધું....  
ટેકનોલોજીનો ઉપયોગ માત્ર ભણેલા ગણેલા લોકો કરે છે તેવું નથી હવે બુટલેગરો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે હવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દારૂ વેચાતો હોય તેવું ગોઠવણ કરવાની શરૂઆત કરી છે. અમદાવાદના એક વિસ્તારમાં whatsapp સ્ટેટસમાં અલગ અલગ ઉદાહરણના ફોટો મૂકી આ વસ્તુ મળશે અને પોતાનો સંપર્ક નંબર લખી દીધો હતો. હવે જ્યારે આટલી હિંમત હોય ત્યારે તેની પાછળ કોણ મદદ કરે છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે અહીંયા તાજેતરમાં એક હોસ્પિટલ પાસે રોજ રાતે ગુનેગારોને કમાવવાના નવા નવા આઈડિયા આપીને નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કઈ રીતે બેગ ભરવી તે શીખવાડવાનો પ્લાન થાય છે. ત્યારે જો આવી રીતે સોશિયલ મીડિયામાં દારૂની જાહેરાત થશે તો ગુજરાતમાં શું બુટલેગર ટેક્નોસેવી બની જશે. મોકો મળે ના મળે પણ ભળતા નામ વાળો ખેલાડી તો બજારમાં છે.

પાંચ જાદુગર પણ ખેલ કરતા પોલ ખુલી જાય છે, નિવૃત પોલીસ કર્મી મુખ્ય પ્લેયર...  
અમદાવાદના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર બ્રાન્ચમાં હતા અને ત્યાં તેમણે પોતાની કામગીરી નહીં પણ પોતાની આવડત ના કારણે પોલીસ સ્ટેશન સુધી પોતાની લાઈન કરી દીધી છે તેવું બધાને કહી રહ્યા છે. આ બધાની વચ્ચે પાંચ માણસોની ટીમ જાણો કે પાંડવો બનીને પોલીસ ઇન્સ્પેક્ટરની મદદ કરી રહ્યા હોય તેમ વર્તી રહ્યા છે પરંતુ તેમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારી સૌથી મોટો ખિલાડી. કારણ કે તે અગાઉ પણ આ સાહેબને જે નવું પોલીસ સ્ટેશન મળે છે ત્યાં પોતાની કળા કરી ચૂક્યો છે. ત્યારે હવે સાહેબને દબાવવાનું વધ્યું છે ત્યારે વચ ગાળાના રસ્તા બતાવીને ગોથે ચઢાવવામાં પ્રયાસ શરૂ કરી દીધા છે.

એક સાથે શહેરમાં પરત આવેલા PIને પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રસ નથી, લો બોલો એવુ થોડી હોય...  
ગુજરાતમાં તાજેતરમાં ઘણા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ અને તમામને પોતાના શહેર જિલ્લાઓમાં હાજર થવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક સાથે આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને જેમાં ખાસ કરીને અગાઉ અમદાવાદ શહેરમાં ફરજ બજાવીને ગયેલા હોય તેવા પોલીસ ઇન્સ્પેક્ટર ફરીથી પોતાનું પોસ્ટિંગ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેઓ આ વખતે પોતાના જૂના વિવાદથી શીખેલા અને હવે નવું વ્યવસ્થા ગોઠવવા માટે અમદાવાદના પશ્ચિમ કરતાં અમદાવાદના પૂર્વ વિસ્તારના જે મોટા પોલીસ સ્ટેશન છે, ત્યાં જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઘણા જાદુગર પણ આ પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ આ વખતે સિનિયર અધિકારી આ ફૂલ ઇન્સ્પેક્ટરના જુના અનુભવોને જોઈને કોઈ ગોતું ખાવા માંગતા નથી તેવું તો ચર્ચાઈ જ રહે છે. 

મળ્યો મોકો અને ગુનેગારોએ માર્યો ચોકો, બેફામ બનેલા PIના સામાજિક સંબંધીએ લીલા લેર કરાવી દીધી... 
સામાન્ય રીતે હવે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે જ્ઞાતિ સમાજ સાથે જોડાયેલા હોય તે પ્રકારના જ એટલે કે તેમના જ જ્ઞાતિ કે સમાજના વ્યક્તિને વહીવટ કરવા માટે મૂકતા હોય છે. આવું જ એક ઉદાહરણ અમદાવાદ શહેરમાં પણ બન્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર નિમાયા બાદ ત્યાં પોતાની જ્ઞાતિના એક વ્યક્તિને મૂકીને વધુ શાંતિથી કરવાનો કીધું. પરંતુ આ મોકા ને જાણે જોરદાર તક મળી હોય તેમ સાઈડ થયેલા અને સજા ભોગવી રહેલા એક પોલીસ કર્મચારી અમદાવાદના બે પોલીસ સ્ટેશનનો કારોબાર સંભાળે છે અને આ વિસ્તારનું મળતા તેમણે એક રેટ લિસ્ટ તૈયાર કરી દીધું. જે આવે તેને એટલે કે ગુનેગારને ગુનો કરવા માટે 5 રવાના આપવાનું શરૂ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે આ ભેજાંબાજ નવા આવેલા સાહેબને નુકસાન કરે તેવી શક્યતા છે સાહેબ ખરેખર તમે હવે સંભાળીને જોજો. 

પૂર્વના કમાઉ પોલીસ સ્ટેશનમાં ખુરશી મળતા જ PI રૂપિયા જોઈને ગોથે ચડ્યા... 
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ખૂબ જ ક્રીમ પોલીસ સ્ટેશન છોડીને વધુ રૂપિયા કમાવવા મળશે તેવી આશા સાથે હોસે હોસે દોડતા દોડતા PI એક નવા નગરમાં પહોંચી ગયાં પરંતુ અહીંયા આવ્યા બાદ માણસો પોતાનો જય જયકાર કરશે તેવું નક્કી થયું હતું. પણ અહીંયા બધાની નજર હોય છે એવી ખબર પડતા મોટા ભાગે PIએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. એક સાથે આટલાં બધા રૂપિયા જોતા સાહેબના માણસો હવે સાહેબને ઇન્વેસ્ટમેન્ટ માટે નવા પ્રપોઝલ આપી રહ્યા છે. કઈ પણ થાય સાહેબે હવે આવક જોઈને મનમેં લડ્ડુ ફૂટા જેવી લાગણીમાં સ્વપ્ન દ્રષ્ટા બન્યા હોય તેવું ચર્ચામાં છે.

ઘણા સમયથી બહાર રહેલા PI અમદાવાદ આવ્યાં, જેમાં કોઈ રાજકીય વિવાદથી જોડાયેલા તો કોઈ 'શરાબ અને શબાબ'ના શોખીન પણ રહી ચુક્યા...  
નવા શહેરમાં ઘણા સમયથી બહાર ગયેલા અને ફરી પરત આવેલા ફૂલ ઇન્સ્પેક્ટરની હાલ ખૂબ ચર્ચા છે અને આ ચર્ચા સ્વાભાવિક છે કારણ કે જેતે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદમાં હતા. ત્યારે તેમના અલગ અલગ વાતો અને કારનામાં ચર્ચામાં હતા. જેમાં SBI રાજકીય વિવાદમાં આવતાની સાથે જ ખુલા પડી ગયા હતા અને તેમને હાસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. જયારે એક PI પોતાના 'શરાબ અને શબાબ'ના શોખના કારણે ખુબ જાણીતા છે. ત્યારે અગાઉ અમુક વિવાદથી અંતર રાખતા આ PI ફરી શહેરમાં આવતા તેઓ 'ક્રીમ પોસ્ટિંગ' માટે દાવેદાર કરવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.