April 1, 2026
ગુજરાત

રમતનું મેદાન રણમેદાનમાં ફેરવાયુ : ધોળકાના ઈંગોલીમાં સામાન્ય બોલાચાલી બાદ હવામાં ફાયરિંગ

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રમતનું મેદાન રણમેદાનમાં ફેરવાયુ :</span> ધોળકાના ઈંગોલીમાં સામાન્ય બોલાચાલી બાદ હવામાં ફાયરિંગ</strong></p>

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં રવિવારની રજામાં રમતનું મેદાન રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે મનોરંજન માટે રમાતી ક્રિકેટની રમત અહીં હિંસક અથડામણ અને જાહેરમાં ફાયરિંગ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે શાંત ગણાતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે ક્રિકેટ રમી રહેલા એક જ કોમના બે જૂથો વચ્ચે ક્ષણિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્રિકેટના મેદાનમાં રમત દરમિયાન કોઈ બાબતે ખેલાડીઓ વચ્ચે તકરાર થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં પરિણમી હતી.

આ બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખસે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. જાહેરમાં થયેલા આ ગોળીબારને કારણે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ

ઘટનાની ગંભીરતાને જોતા ધોળકા ડિવિઝનના DySP, ધોળકા રૂરલ પોલીસ અને LCB સહિતની ટીમો તાત્કાલિક ઈંગોલી ગામે પહોંચી હતી. પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે ભોગ બનનાર પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હાલ મુખ્યત્વે 2 પાસાઓ પર તપાસ કરી રહી છે:

જો આરોપી પાસે લાયસન્સ વાળું હથિયાર હોય, તો નિયમોના ભંગ બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવી.

જો હથિયાર ગેરકાયદે હોય, તો તેની સપ્લાય ક્યાંથી થઈ તેની ઉંડી તપાસ કરવી.

હાલમાં ધોળકા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.