April 1, 2026
ભારત

પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત પર અસર ઘટાડવા કેન્દ્ર સરકાર સક્રિય: PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

12:35:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત પર અસર ઘટાડવા કેન્દ્ર સરકાર સક્રિય:</span> PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ</strong></p>

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની વૈશ્વિક આર્થિક અસરોને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સામાન્ય માણસની જરૂરિયાતોને સુરક્ષિત કરવા અને દેશના અર્થતંત્રને આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની આડઅસરથી બચાવવા માટેની આગામી વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

નાગરિકોને સંઘર્ષની અસરથી બચાવવા તમામ પ્રયાસો થશે: PM મોદી 

સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકનું નેતૃત્વ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અંગે ગંભીરતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષ એક બદલાતી પરિસ્થિતિ છે અને સમગ્ર વિશ્વ કોઈને કોઈ સ્વરૂપમાં તેનાથી પ્રભાવિત થઈ રહ્યું છે. આવા સંવેદનશીલ સંજોગોમાં ભારતીય નાગરિકોને આ સંઘર્ષની કોઈપણ નકારાત્મક અસરથી બચાવવા માટે સરકારે તમામ શક્ય અને જરૂરી પ્રયાસો કરવા જોઈએ તેવો તેમણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો હતો.

કેબિનેટ સચિવ ડૉ. ટીવી સોમનાથન દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન કેબિનેટ સચિવ ડૉ. ટીવી સોમનાથને વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવતું એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાં અને તમામ સંબંધિત મંત્રાલયો તથા વિભાગો દ્વારા ભવિષ્ય માટે કરવામાં આવેલા આયોજનની સચોટ માહિતી આપવામાં આવી હતી.

ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓ પર ખાસ ફોકસ 

પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર નિવેદન મુજબ, બેઠકમાં કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા અને પેટ્રોલિયમ જેવા સીધી અસર પામતા ક્ષેત્રોમાં સંભવિત પરિણામો અને તેને પહોંચી વળવા લેવાયેલા પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાતો, જેમાં ખોરાક, ઊર્જા અને બળતણ સુરક્ષાનો સમાવેશ થાય છે, તેની અવિરત ઉપલબ્ધતા માટે વિગતવાર મૂલ્યાંકન કરાયું હતું. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના આયોજનો અંગે પણ ગહન મંથન થયું હતું.

આયાતના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા અંગે વિચારણા 

પશ્ચિમ એશિયા પર નિર્ભરતા ઘટાડવાના ભાગરૂપે, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે જરૂરી કાચા માલની આયાતના સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવાના વિકલ્પો પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. PMO એ જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલયો દ્વારા સૂચવવામાં આવેલા પગલાં આગામી દિવસોમાં તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા બાદ સત્તાવાર રીતે તૈયાર કરી અમલમાં મૂકવામાં આવશે.