April 1, 2026
ભારત

વડાપ્રધાન મોદીએ ઈતિહાસ રચ્યો: 8,931 દિવસ સુધી સૌથી લાંબુ શાસન કરનાર ભારતીય નેતા

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વડાપ્રધાન મોદીએ ઈતિહાસ રચ્યો: </span>8,931 દિવસ સુધી સૌથી લાંબુ શાસન કરનાર ભારતીય નેતા</strong></p>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવશાળી પ્રતિભા અને મક્કમ નેતૃત્વએ ભારતને વિશ્વફલક પર એક નવી ઓળખ અપાવી છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ગરીબોના ઉત્થાન અને દેશના ગૌરવને સર્વોપરી રાખવાની તેમની કટિબદ્ધતાએ તેમને આધુનિક ભારતના સૌથી સફળ અને લોકપ્રિય રાજનેતા તરીકે સ્થાપિત કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય રાજનીતિમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. કોઈપણ સરકારના વડા (Head of Government) તરીકે સૌથી વધુ દિવસો સુધી શાસન કરવાનો રેકોર્ડ હવે પીએમ મોદીના નામે નોંધાયો છે. આ સાથે જ તેઓ સળંગ 25મા વર્ષમાં શાસનકર્તા તરીકે પ્રવેશ્યા છે.

શાસનકાળના મહત્વના આંકડા:

ગુજરાતના મુખ્યમંત્રી: 7 ઓક્ટોબર 2001 થી 21 મે 2014 સુધી.

દેશના વડાપ્રધાન: 26 મે 2014 થી અત્યાર સુધી કાર્યરત.

કુલ દિવસો: પીએમ મોદીએ સતત 8,931 દિવસ સુધી સરકારના વડા તરીકે સેવા આપી છે.

અગાઉનો રેકોર્ડ: સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે 8,930 દિવસનો રેકોર્ડ હતો, જે હવે મોદીએ તોડ્યો છે.

ચૂંટણીમાં અજેય પ્રવાસ અને જનસમર્થન

પીએમ મોદીની આ સિદ્ધિ માત્ર સમયગાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અટૂટ જનસમર્થનનું પ્રતીક છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ત્રણ વિધાનસભા ચૂંટણીઓ (2002, 2007, 2012) જીતી હતી. ત્યારબાદ વડાપ્રધાન તરીકે પણ સતત ત્રણ લોકસભા ચૂંટણીઓ (2014, 2019, 2024) માં વિજય મેળવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

નેતાઓની અભિનંદન વર્ષા

આ ઐતિહાસિક ઉપલબ્ધિ બદલ કેન્દ્રીય મંત્રીઓ અને સેલિબ્રિટીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

અમિત શાહ: "પીએમ મોદીની 24 વર્ષની અટૂટ સેવા અને સમર્પણ દેશ માટે પ્રેરણારૂપ છે."

રાજ્નાથ સિંહ: "ગુજરાતથી દિલ્હી સુધીનો આ પ્રવાસ અદ્વિતીય છે, તેમનું સંપૂર્ણ જીવન દેશવાસીઓને સમર્પિત છે."

ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાની તેમની આ સફર રાજકીય સ્થિરતા અને દાયકાઓ સુધીના સબળ નેતૃત્વની સાક્ષી પૂરે છે.