April 2, 2026
રાજનીતિ

મન કી બાત: વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા PM મોદીનો એકતાનો મંત્ર

12:45:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>મન કી બાત: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા PM મોદીનો એકતાનો મંત્ર</strong></span></p>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો પર ચિંતા વ્યક્ત કરતા PM મોદીએ જણાવ્યું કે, યુદ્ધગ્રસ્ત વિસ્તારો વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર હોવાથી પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વડાપ્રધાને દેશવાસીઓને આત્મવિશ્વાસ આપતા કહ્યું કે, છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે અને આપણા જે મજબૂત વૈશ્વિક સંબંધો છે, તેના કારણે ભારત આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યું છે.

ભારત આ પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.PM મોદીએ દેશના 140 કરોડ નાગરિકોને અફવા ફેલાવનારાઓથી સાવધ રહેવા આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ગંભીર વિષયો પર રાજનીતિ કરી અફવાઓ ફેલાવવી એ દેશનું મોટું નુકસાન છે. નાગરિકોએ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ, જેથી સમાજમાં બિનજરૂરી ભયનો માહોલ ન સર્જાય. યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશોમાં વસતા 1 કરોડથી વધુ ભારતીયોની સુરક્ષા અંગે વડાપ્રધાને સંવેદનશીલતા વ્યક્ત કરી હતી.

તેમણે ખાડી દેશોની સરકારોનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલ સમયમાં તેઓ ત્યાં વસતા ભારતીય પરિવારોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે. જેમના સગા-સંબંધીઓ ત્યાં છે, તેમની ચિંતા સરકાર સમજી રહી છે અને સતત સંપર્કમાં છે.આખી દુનિયા એવી અપેક્ષા રાખતી હતી કે કોરોના બાદ શાંતિ અને પ્રગતિ થશે, પરંતુ યુદ્ધના વાદળો ફરી ઘેરાયા છે. જોકે, તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટોને માત આપી છે.

તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત અને સફળતાપૂર્વક બહાર આવીશું. સંબોધનના અંતે વડાપ્રધાને 'એક થઈને પડકારોનો સામનો' કરવાનો મંત્ર આપ્યો હતો. તેમણે અપીલ કરી કે જો 140 કરોડ ભારતીયો એકજૂથ થઈને રહેશે, તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી ભારતની વિકાસયાત્રાને રોકી શકશે નહીં. રાષ્ટ્રહિત માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું એ સમયની માંગ છે.