April 1, 2026
ગુજરાત

પશ્ચિમ એશિયા સંકટ પર પીએમ મોદીની સમીક્ષા બેઠક : આજે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

01:53:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પશ્ચિમ એશિયા સંકટ પર પીએમ મોદીની સમીક્ષા બેઠક : </span>આજે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક</strong></p>

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે દેશની આંતરિક તૈયારીઓ અને ઊર્જા સુરક્ષાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આ બેઠકમાં દેશના સંકલિત પ્રયાસો અને આગામી રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

'ટીમ ઈન્ડિયા' ની ભાવનાથી સંકલિત પ્રયાસો પર ભાર 

મળતી માહિતી મુજબ, આજે સાંજે યોજાનારી આ ઉચ્ચસ્તરીય બેઠકનો મુખ્ય હેતુ 'ટીમ ઈન્ડિયા' ની ભાવના સાથે તમામ રાજ્યો વચ્ચે સંકલિત પ્રયાસો સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી આ બેઠક દરમિયાન તમામ રાજ્યોની તૈયારીઓ અને ભવિષ્યની યોજનાઓની સઘન સમીક્ષા કરશે. જોકે, નોંધનીય છે કે જે રાજ્યોમાં હાલ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી, તેવા ચૂંટણીલક્ષી રાજ્યોના મુખ્યમંત્રીઓ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં.

સંસદમાં પીએમ મોદીનું નિવેદન: ઈંધણ અને ખાતરનો પુરવઠો સુગમ 

અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ અંગે સંસદના બંને ગૃહોમાં સત્તાવાર નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે સંઘર્ષના મુદ્દા પર ભારતનું વલણ અને કૂટનીતિ સ્પષ્ટ કરી હતી. પીએમ મોદીએ ગૃહને અને દેશવાસીઓને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ અને ખેડૂતો માટે અત્યંત જરૂરી એવા ખાતરોનો સુગમ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અછત ઉભી ન થાય.

11 વર્ષમાં 41 દેશો સુધી વિસ્તર્યા ભારતની ઊર્જા આયાતના સ્ત્રોત 

ભારતની ઊર્જા સુરક્ષા અને મજબૂત આયોજન અંગેની માહિતી આપતા પ્રધાનમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, કોઈ એક વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતે સક્રિય પગલાં લીધા છે. છેલ્લા 11 વર્ષના સમયગાળામાં ભારતે પોતાના ઊર્જા આયાત સ્ત્રોતોનો વ્યાપ 27 દેશોથી વધારીને 41 દેશો સુધી વિસ્તૃત કર્યો છે. આ લાંબા ગાળાની નીતિના કારણે જ વર્તમાન વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત રહી શકી છે.