April 4, 2026
રાજનીતિ

પીએમ મોદીએ ‘ધુરંધર’, ‘કેરળ સ્ટોરી’ અને ‘કાશ્મીર ફાઇલ્સ’ વિશે ખોટું નેરેટિવ ફેલાવવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો

07:26:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પીએમ મોદીએ ‘ધુરંધર’, ‘કેરળ સ્ટોરી’ અને ‘કાશ્મીર ફાઇલ્સ’ </span>વિશે ખોટું નેરેટિવ ફેલાવવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો</strong></p>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક જાહેર સભામાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષો પર 'ધ કેરળ સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધુરંધર' જેવી ફિલ્મો સહિત સીએએ (CAA) અને યુસીસી (UCC) જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર દેશમાં ખોટા નેરેટિવ (કથન) ફેલાવવાનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશને ગેરમાર્ગે દોરવો એ વિપક્ષનો સ્વભાવ બની ગયો છે.

જૂઠ બોલવું કોંગ્રેસ અને ડાબેરીઓનો સ્વભાવ 

એક કાર્યક્રમમાં જનતાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “કોંગ્રેસ, UDF અને LDF દરેક બાબતમાં જૂઠું બોલે છે, જાણે કે તે તેમનો સ્વભાવ હોય. તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.” ફિલ્મો અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષો જૂઠું બોલવામાં નિષ્ણાત છે. જ્યારે 'ધ કેરળ સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધુરંધર' જેવી ફિલ્મો આવી, ત્યારે વિપક્ષોએ તેને સંપૂર્ણપણે જૂઠાણું ગણાવીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

CAA, FCRA અને UCC મુદ્દે પણ ફેલાવાયો ભ્રમ 

ભૂતકાળના ઘટનાક્રમો યાદ અપાવતા પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે CAA કાયદો આવ્યો, ત્યારે તેમણે દેશ સમક્ષ મોટું જૂઠું ચલાવ્યું. આજે CAA લાગુ છે, છતાં દેશને કોઈ નુકસાન થયું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિપક્ષનો વ્યવસાય માત્ર જૂઠ ફેલાવવાનો જ છે. FCRA અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમણે ગોવાનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં દાયકાઓથી UCC લાગુ છે અને કોઈ સમસ્યા નથી.

વિવાદોના કેન્દ્રમાં રહેલી ફિલ્મો અને તેનો વિષય 

ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત 'ધ કાશ્મીર ફાઇલ્સ' 1990 ના દાયકામાં કાશ્મીરી પંડિતોના પલાયન અને હિંસા પર આધારિત છે. જ્યારે સુદીપ્તો સેનની 'ધ કેરળ સ્ટોરી' કેરળની મહિલાઓને ઉગ્રવાદી સંગઠનોમાં ભરતી કરવાના ષડયંત્ર પર પ્રકાશ પાડે છે. આદિત્ય ધર નિર્દેશિત 'ધુરંધર' અને 'ધુરંધર: ધ રિવન્જ' રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરી કામગીરીની આસપાસ એક મજબૂત રાષ્ટ્રવાદી વિચારધારા રજૂ કરે છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા આ તમામ ફિલ્મોની ભારે ટીકા કરવામાં આવી હતી.