April 1, 2026
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સહિત કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ

07:04:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: </span>સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સહિત કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ</strong></p>

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યની જનતાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રધાનમંત્રીના આ એક દિવસીય વ્યસ્ત કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપી હતી.

સવારે અમદાવાદ આગમન અને કોબા ખાતે મ્યુઝિયમનું લોકાર્પણ 

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અપાયેલી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 9:40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ તેઓ સીધા કોબા જવા રવાના થશે. કોબા ખાતે સવારે 10:00 કલાકે પ્રધાનમંત્રીના હસ્તે 'સમ્રાટ મ્યુઝિયમ' નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ મ્યુઝિયમ રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરમાં એક નવું છોગું ઉમેરશે.

સાણંદમાં બપોરે 12:45 કલાકે ઐતિહાસિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન 

કોબાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીગાંધીનગર સચિવાલય હેલિપેડ પહોંચશે અને ત્યાંથી બપોરે 12:00 કલાકે સાણંદ જવા રવાના થશે. બપોરે 12:45 કલાકે પ્રધાનમંત્રીના હસ્તે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મેગા પ્લાન્ટ ગુજરાત અને ભારતને ટેકનોલોજી તેમજ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ સાબિત થશે.

બનાસકાંઠાના નારી ગામે કરોડોના વિકાસ કાર્યોની ભેટ 

સાણંદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રીમોદી બપોરે 2:55 કલાકે ડીસા જવા રવાના થશે. તેઓ બપોરે 3:45 કલાકે થરાદ તાલુકાના નારી ગામે પહોંચશે. અહીં આયોજિત એક જનસભામાં પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લા માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી સરહદી વિસ્તારના નાગરિકોને ખેતી અને માળખાગત સુવિધાઓમાં મોટી રાહત મળશે.

ગુજરાતના આ વ્યસ્ત પ્રવાસ અને તમામ વિકાસ પ્રકલ્પો રાજ્યની જનતાને અર્પણ કર્યા બાદ, સાંજે 5:45 કલાકે પ્રધાનમંત્રી ડીસાથી સીધા આસામ જવા રવાના થશે. પ્રધાનમંત્રીના આ પ્રવાસને લઈને રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.