પૂનમ પાંડેની નવી 'પ્રેગ્નન્સી' પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ: શું આ પણ છે માત્ર એક પબ્લિસિટી સ્ટંટ?
બોલિવૂડમાં પૂનમ પાંડે એક એવું નામ છે જે પોતાની એક્ટિંગ કરતાં વધુ પોતાના વિવાદિત નિવેદનો અને અતરંગી સોશિયલ મીડિયા પોસ્ટ માટે જાણીતી છે. ચાહકોને ચોંકાવવા અને ચર્ચાનું કેન્દ્ર બનવું એ તેની જૂની આદત છે. ઘણીવાર સામાજિક જાગૃતિના નામે તો ક્યારેક અંગત જીવનના વિવાદોને કારણે તે મીડિયાના કેમેરામાં કેદ થાય છે. ફેબ્રુઆરી 2024 માં પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવ્યા બાદ તે ભારે ટ્રોલ થઈ હતી, છતાં તેની પબ્લિસિટી મેળવવાની રીતોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ શેર કર્યા
મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. આ તસવીરોમાં તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરવાની સાથે કેપ્શનમાં દૂધની બોટલ અને પ્રેગ્નન્ટ મહિલાના ઈમોજી મૂક્યા છે. આ પોસ્ટ જોતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું પૂનમ ખરેખર માતા બનવાની છે?
તસવીરો પાછળનું સત્ય: AI એડિટિંગનો ખેલ?
જોકે, આ વખતે નેટીઝન્સ છેતરાયા હોય તેવું લાગતું નથી. આ તસવીરો પાછળની વાસ્તવિકતા કંઈક અલગ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ જ ફોટોઝ ટ્વિટર (X) પર શેર કરવામાં આવ્યા, ત્યારે ત્યાં સ્પષ્ટપણે લેબલ જોવા મળ્યું હતું કે આ તસવીરો AI (Artificial Intelligence) દ્વારા જનરેટ અથવા એડિટ કરવામાં આવી છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પૂછી રહ્યા છે કે શું આ કોઈ નવી જાહેરાત કે માર્કેટિંગ સ્ટંટ છે? ઘણા લોકોએ તેને ગંભીરતાથી લેવાને બદલે મજાક ગણાવી છે.
જૂના સ્ટંટની યાદ તાજી થઈ
આ ઘટનાએ લોકોને ગત વર્ષનો વિવાદ યાદ અપાવી દીધો છે. 2024 ના પ્રારંભમાં પૂનમે સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે પોતે મૃત્યુ પામી હોવાની અફવા ફેલાવી હતી. બાદમાં તેણે માફી માંગતા કહ્યું હતું કે તે માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માંગતી હતી. હવે આ 'પ્રેગ્નન્સી' પોસ્ટ પાછળ ડાયપર્સની મોંઘવારી કે બાળ ઉછેર અંગેનું કોઈ જાગૃતિ અભિયાન હોવાની આશંકા સેવાઈ રહી છે.
અંગત જીવન અને વિવાદો
પૂનમ પાંડેનું અંગત જીવન હંમેશા ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. વર્ષ 2020 માં તેણે સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા જ સમયમાં તેણે પતિ પર મારપીટ અને શોષણના ગંભીર આક્ષેપો લગાવીને સંબંધનો અંત આણ્યો હતો. હાલમાં પૂનમ સિંગલ છે અને તેણે ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેને હવે સંબંધોમાં વિશ્વાસ મૂકવો મુશ્કેલ લાગે છે.
આ સંજોગોમાં પૂનમની આ નવી પોસ્ટ માત્ર એક ડિજિટલ ક્રિએશન હોવાનું વધુ સ્પષ્ટ જણાય છે.