April 8, 2026
ગુજરાત

પોરબંદર અને આસનસોલ વચ્ચે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન દોડશે, જાણો સંપૂર્ણ સમયપત્રક

07:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પોરબંદર અને આસનસોલ વચ્ચે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન દોડશે,</span> જાણો સંપૂર્ણ સમયપત્રક</strong></p>

ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન" શરૂ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન કુલ 24 ફેરા મારશે, જેનાથી લાંબા અંતરના મુસાફરોને મોટી રાહત મળશે.

ટ્રેનનો સમયગાળો અને સમયપત્રકની વિગત

ટ્રેન નંબર 09205 પોરબંદર–આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 13 એપ્રિલ 2026 થી 29 જૂન 2026 સુધી દર સોમવારે ચલાવવામાં આવશે. આ ટ્રેન પોરબંદરથી દર સોમવારે સવારે 8.50 કલાકે ઉપડશે, તે જ દિવસે બપોરે 13.15 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે.

પરતમાં, ટ્રેન નંબર 09206 આસનસોલ–પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ 15 એપ્રિલ 2026 થી 1 જુલાઈ 2026 સુધી દર બુધવારે રાત્રે 23.05 કલાકે આસનસોલથી રવાના થશે. આ ટ્રેન શુક્રવારે સાંજે 17.41 કલાકે રાજકોટ અને રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે.

ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના મુખ્ય સ્ટોપેજ

આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન અનેક મહત્વના સ્ટેશનો પર વિરામ લેશે. જેમાં ગુજરાતના ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી અને ગોધરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, ઝાંસી, પ્રયાગરાજ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જં. તથા બિહાર અને ઝારખંડના ગયા અને ધનબાદ જેવા મુખ્ય સ્ટેશનો પર પણ ટ્રેન ઉભી રહેશે.

કોચની સુવિધા અને બુકિંગની માહિતી

મુસાફરોની સુવિધા અને આરામદાયક મુસાફરી માટે આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી (2nd AC), થર્ડ એસી (3rd AC), સ્લીપર અને જનરલ કેટેગરીના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરો પોરબંદરથી આસનસોલ તરફ જવા ઈચ્છતા હોય તેઓ ટ્રેન નંબર 09205 માટે 10 એપ્રિલ 2026 થી પોતાનું બુકિંગ કરાવી શકશે. ટિકિટનું બુકિંગ રેલવેના તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે.