April 1, 2026
ગુજરાત

પોરબંદર-ભાવનગર રૂટ પર 2 નવી ગુર્જરનગરી બસો દોડશે: કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ

05:08:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પોરબંદર-ભાવનગર રૂટ પર 2 નવી ગુર્જરનગરી બસો દોડશે:</span> કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ</strong></p>

પોરબંદર અને ભાવનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક આનંદના સમાચાર છે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બસ સ્ટેશન ખાતેથી પોરબંદર-ભાવનગર રૂટ પર 2 નવી ગુર્જરનગરી એસ.ટી. બસોનું લોકાર્પણ કરીને જનતાને નવી સુવિધાની ભેટ આપી છે. આ નવી બસો શરૂ થવાથી સૌરાષ્ટ્રના સાગરકાંઠાના બે મોટા શહેરોને જોડતા આ લાંબા રૂટ પર મુસાફરોની યાત્રા વધુ આરામદાયક અને સરળ બનશે.

મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરાયેલી 182 બસોનો હિસ્સો 

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી સમગ્ર ગુજરાતની જનતા માટે કુલ 182 નવી ગુર્જરનગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફાળવણી અંતર્ગત પોરબંદર એસ.ટી. વિભાગને પોરબંદર-ભાવનગર રૂટ માટે 2 અત્યાધુનિક ગુર્જરનગરી બસો ફાળવવામાં આવી હતી. આજરોજ પોરબંદર ખાતેથી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ્ હસ્તે આ બસોનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મંત્રીએ આ તકે મુસાફરોને બસો અને બસ સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.

વધારાની જગ્યા સાથે આરામદાયક મુસાફરીનો અહેસાસ

લાંબા અંતરની મુસાફરીમાં લોકોને થાક ન લાગે અને યાત્રા સુખદ રહે તે માટે આ નવી ગુર્જરનગરી બસોનું ખાસ નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસોમાં બે સીટ વચ્ચે અગાઉ કરતા વધારે જગ્યા આપવામાં આવી છે, જેથી મુસાફરોને બેસવામાં કોઈ અગવડ ન પડે અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થાય.

બસનો રૂટ, સમયપત્રક અને રિઝર્વેશનની સુવિધા 

આ નવી બસો વાયા માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા અને તળાજા થઈને ભાવનગર જશે. સમયપત્રક મુજબ પોરબંદરથી ભાવનગર જવા માટે: સવારે 07:45 કલાકે અને રાત્રે 20:00 કલાકે બસ મળશે. ભાવનગરથી પોરબંદર આવવા માટે: સવારે 07:45 કલાકે અને સાંજે 19:00 કલાકે બસ મળશે.

મુસાફરો આ બસોનું એડવાન્સ રિઝર્વેશન એસ.ટી. નિગમના કોઈપણ બસ સ્ટેશન પરથી, GSRTC ની ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશન મારફતે તેમજ નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઇન પણ કરી શકશે. આ નવી બસો શરૂ થવાથી રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.