April 2, 2026
બોલિવૂડ

હું ભગવાનને નથી માનતો, પણ માતાની આસ્થાનું સન્માન કરું છું', માતાના નિધન પર ટ્રોલ કરનારાઓને પ્રકાશ રાજે શાંત કર્યા

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હું ભગવાનને નથી માનતો, પણ માતાની આસ્થાનું સન્માન કરું છું', </strong></span>માતાના નિધન પર ટ્રોલ કરનારાઓને પ્રકાશ રાજે શાંત કર્યા</p>

જાણીતા અભિનેતા પ્રકાશ રાજના માતા સુવર્ણલતા રાજનું તાજેતરમાં નિધન થયું હતું. પ્રકાશ રાજ હંમેશાથી પોતાની સ્પષ્ટવક્તા અને 'નાસ્તિક' વિચારધારા માટે જાણીતા રહ્યા છે. જોકે, માતાના નિધન બાદ તેમણે તમામ ધાર્મિક વિધિ-વિધાન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા હતા. આ ટીકાઓ અને વિવાદો વચ્ચે પ્રકાશ રાજે મૌન તોડતા ખૂબ જ ગંભીર અને તાર્કિક જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે, હા, હું ભગવાનમાં નથી માનતો, પરંતુ મારી માતા માનતા હતા.

 તેમણે ઉમેર્યું કે અંતિમ સંસ્કાર એ કોઈ ધાર્મિક પ્રદર્શન નથી, પરંતુ એક પુત્ર તરીકે પોતાની માતાની વર્ષો જૂની આસ્થા અને તેમની અંતિમ ઈચ્છા પ્રત્યેનું સન્માન છે. પ્રકાશ રાજે પોતાના નિવેદનમાં ભાર મૂક્યો હતો કે વ્યક્તિગત મંતવ્યો અને પારિવારિક મૂલ્યો અલગ હોઈ શકે છે. તેમણે સમજાવ્યું કે જે માતાએ તેમને જન્મ આપ્યો અને ઉછેર્યા, તે આજીવન ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. આવી સ્થિતિમાં, પોતાની નાસ્તિકતા સાબિત કરવા માટે માતાની અંતિમ વિદાય વખતે તેમની શ્રદ્ધાનું અપમાન કરવું એ અમાનવીય ગણાય. સોશિયલ મીડિયા પર જે લોકો તેમને 'દંભી' કહી રહ્યા હતા, તેમને જવાબ આપતા પ્રકાશ રાજે કહ્યું કે અંતિમ સંસ્કાર જેવી અત્યંત દુઃખદ અને અંગત ક્ષણોમાં પણ લોકો રાજનીતિ કે વિચારધારાની લડાઈ શોધે છે તે જોઈને આઘાત લાગે છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિની અંતિમ વિદાય તેની પોતાની માન્યતા મુજબ થવી જોઈએ, નહીં કે બીજાના વિચારો મુજબ. આ ઘટના દ્વારા પ્રકાશ રાજે એક મોટો સંદેશ આપ્યો છે કે લોકશાહી અને પરિવારમાં અલગ-અલગ વિચારો ધરાવતા લોકો સાથે રહી શકે છે. પોતાની વિચારધારાને વળગી રહેવા છતાં બીજાની લાગણીઓનું સન્માન કરવું એ જ સાચા સંસ્કાર છે. તેમના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમની પરિપક્વતાના વખાણ પણ કર્યા છે.