April 1, 2026
બોલિવૂડ

ઋતિક રોશનની ફિલ્મ "મેસ"માં જોવા મળશે પ્રતીક ગાંધી: હાઇ-કોન્સેપ્ટ કોમેડી ડ્રામાની જાહેરાત

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong>ઋતિક રોશનની ફિલ્મ "મેસ"માં જોવા મળશે પ્રતીક ગાંધી: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">હાઇ-કોન્સેપ્ટ કોમેડી ડ્રામાની જાહેરાત</span></strong></p>

છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડમાં પ્રાદેશિક કલાકારો માટેના દ્વાર ખુલ્યા છે, જેમાં ગુજરાતી કલાકારોએ પોતાની મજબૂત પકડ જમાવી છે. ખાસ કરીને 'સ્કેમ 1992' બાદ પ્રતીક ગાંધીએ પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઉભી કરી છે. હવે મોટા બેનર અને સ્ટાર્સ પણ ગુજરાતી પ્રતિભાઓ પર વિશ્વાસ મૂકી રહ્યા છે, જે દર્શાવે છે કે બોલીવુડમાં હવે ભાષા કરતાં 'ટેલેન્ટ'નું મહત્વ વધ્યું છે.

ફિલ્મ 'મેસન'ની અનોખી વાર્તા

સુપરસ્ટાર ઋતિક રોશને મંગળવારે પોતાની નવી ફિલ્મ 'મેસ' ની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં લીડ રોલ માટે ગુજરાતી સ્ટાર પ્રતીક ગાંધીની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા અત્યંત રસપ્રદ અને હાઇ-કોન્સેપ્ટ ધરાવતી હશે, જેમાં મનોરંજનની સાથે સાથે સસ્પેન્સ પણ જોવા મળશે.

શું છે ફિલ્મનો પ્લોટ?

ફિલ્મની વાર્તા એક ચોરોના ગ્રુપ અને એક એવી વ્યક્તિની આસપાસ ફરે છે જે OCD (ઓબ્સેસિવ-કંપલ્સિવ ડિસોર્ડર) નામની માનસિક બીમારીથી પીડાય છે. વાર્તામાં જ્યારે ચોરોનું એક જૂથ ચોરી કરવાના ઇરાદે એક ઘરમાં પ્રવેશે છે, ત્યારે તેમને સમજાય છે કે તેમનો સામનો કોઈ સામાન્ય પરિવાર સાથે નહીં, પરંતુ એક અનોખા સ્વભાવવાળી વ્યક્તિ સાથે છે. ફિલ્મનું કેન્દ્રબિંદુ પ્રતીક ગાંધીનું પાત્ર છે, જે આ બીમારીથી પીડાતી વ્યક્તિનો રોલ ભજવશે.

ઋતિક રોશનનો નવો પ્રોજેક્ટ

ઋતિક રોશન માટે Prime Video સાથેનો આ 2 જો પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં કોમેડીની સાથે સાથે પરિસ્થિતિજન્ય ટેન્શન (Situational Tension) વણી લેવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને જકડી રાખશે. ઋતિકે પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મમાં પ્રતીક ગાંધીની ક્ષમતા પર મોટો દાવ લગાવ્યો છે.