April 1, 2026
રાજનીતિ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા કાન્હાની નગરી.... પ્રેમાનંદ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું, વૃંદાવનમાં ગુંજ્યું 'રાધે-રાધે

04:17:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા કાન્હાની નગરી....</strong></span> પ્રેમાનંદ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું, વૃંદાવનમાં ગુંજ્યું 'રાધે-રાધે</p>

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ઉત્તર પ્રદેશના બ્રજ પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ મથુરાના વૃંદાવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. સમગ્ર વૃંદાવનમાં રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 'રાધે-રાધે' ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વૃંદાવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજને મળવા 'રાધા કેલી કુંજ' આશ્રમ પહોંચ્યા હતા. આશ્રમમાં આગમન સમયે પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિનું "રાધે-રાધે" કહીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિએ મહારાજ સામે નતમસ્તક થઈ આશીર્વાદ મેળવ્યા ,રાષ્ટ્રપતિ અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે લગભગ 27 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ ખાસ મુલાકાત દરમિયાન બંને વચ્ચે આધ્યાત્મિકતા, માનવ કલ્યાણ, સમાજ સેવા અને બ્રજ પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિએ મહારાજના વિચારો અને તેમની ભક્તિ માર્ગની જીવનશૈલી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.મુલાકાતના અંતે આશ્રમ વ્યવસ્થાપન અને પ્રેમાનંદ મહારાજ દ્વારા રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપે પવિત્ર દુપટ્ટો, તુલસીની માળા અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જેમણે પણ મહારાજના આશીર્વાદ લીધા હતા.આ અગાઉ મુલાકાતના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે વિશ્વપ્રસિદ્ધ 'પ્રેમ મંદિર'ની મુલાકાત લીધી હતી. તેઓ 'ભોગ ઘર' પ્રવેશદ્વારથી મંદિરમાં પ્રવેશ્યા હતા અને ભગવાન રાધા-કૃષ્ણના દર્શન કર્યા હતા. ગર્ભગૃહમાં તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો.રાષ્ટ્રપતિની આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે મથુરા-વૃંદાવનમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર અને આશ્રમ વ્યવસ્થાપન દ્વારા રાષ્ટ્રપતિના આગમનને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.