કાચી કેરી ખાતા-ખાતા આપ્યા એવા પોઝ કે ઈન્ટરનેટ પર લાગી આગ, બિકીની લૂકમાં ફિગર જોઈને ફેન્સના છૂટ્યા પરસેવા!
ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં પ્રિયંકા બિકીની લુકમાં જોવા મળી રહી છે, જેને જોઈને તેના લાખો ફેન્સ ફિદા થઈ ગયા છે. એક્ટ્રેસનો આ બોલ્ડ અને બિન્દાસ અંદાજ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપરા હાલમાં હૈદરાબાદમાં એસ.એસ. રાજમૌલીની આગામી ફિલ્મ 'વારાણસી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
શૂટિંગના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ પ્રિયંકાએ પોતાના માટે પર્સનલ ટાઈમ કાઢ્યો હતો અને રવિવારનો દિવસ ખૂબ જ મસ્તી સાથે એન્જોય કર્યો હતો. વાયરલ થયેલી તસવીરોમાં પ્રિયંકા પૂલના કિનારે બિકીની પહેરીને મસ્ત પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોશૂટની સૌથી ખાસ વાત એ છે કે પ્રિયંકા તેમાં ખૂબ જ દેશી અંદાજમાં કાચી કેરી ખાતી જોવા મળી રહી છે. ઉનાળાની સીઝનમાં કાચી કેરીની મજા માણતી ગ્લોબલ સ્ટારની આ તસવીરે સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. પ્રિયંકાએ માત્ર મસ્તી જ નહીં, પરંતુ પોતાની ફેમિલી સાથે પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
એક તસવીરમાં તેની દીકરી માલતી મેરી તેની નાની મધુ ચોપરાના ખોળામાં બેઠેલી જોવા મળે છે. જોકે, માલતીએ આ ફોટોમાં પોતાનો ચહેરો છુપાવી દીધો હતો, તેમ છતાં માલતીની આ ક્યુટ તસવીર ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. તાજેતરમાં જ ઓસ્કારના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડીએ ધમાલ મચાવી હતી. આ પાવર કપલના ગ્લેમરસ અંદાજ અને જોરદાર કેમેસ્ટ્રીએ વિશ્વભરના મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પ્રિયંકા અને નિક અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ શેર કરતા રહે છે.
પ્રિયંકાના આ લેટેસ્ટ ફોટોઝે સાબિત કરી દીધું છે કે તે કામની સાથે લાઈફને બેલેન્સ કરવામાં પણ માહિર છે. 'વારાણસી' ફિલ્મ દ્વારા તે ફરી એકવાર ભારતીય સિનેમામાં મોટું કમબેક કરવા જઈ રહી છે, જેને લઈને તેના ભારતીય ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.