April 2, 2026
ગુજરાત

PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:19 એપ્રિલે લેખિત પરીક્ષા

04:28:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:</strong></span>19 એપ્રિલે લેખિત પરીક્ષા</p>

ગુજરાત પોલીસમાં જોડાઈને ખાખી પહેરવાનું સપનું જોતા હજારો ઉમેદવારો માટે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરની લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની ભરતી માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલી PSI કેડરની લેખિત પરીક્ષા આગામી 19 એપ્રિલ, 2016 ના રોજ યોજવા અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરખબર ક્રમાંક GPRB/202526/1 હેઠળની આ ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા માટેના કોલલેટર (હોલ ટિકિટ) આગામી 13 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તે દિવસે બપોરના 2:00 વાગ્યાથી ઓનલાઇન પોર્ટલ પરથી પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે. યોજાનારી આ લેખિત પરીક્ષા માટે રાજ્યભરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા અને પારદર્શક આયોજન કરવામાં આવ્યું છે.

ઉમેદવારોને કોલલેટરમાં દર્શાવેલા સમય મુજબ અને સૂચનાઓનું પાલન કરીને પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે, કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ તેમાં દર્શાવેલી વિગતો જેવી કે પરીક્ષાનું સ્થળ, સમય અને નિયમો ધ્યાનથી વાંચી લે. કોઈપણ ટેકનિકલ સમસ્યાના કિસ્સામાં હેલ્પલાઈન નંબર અથવા સત્તાવાર વેબસાઈટનો સંપર્ક કરવા જણાવાયું છે.

કઈ વેબસાઈટ પરથી મળશે કોલલેટર?

પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખીને કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોલલેટર વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

.