April 1, 2026
રાજનીતિ

સુસાઈડ કેસમાં ઘેરાયેલા મંત્રીની પંજાબ કેબિનેટમાંથી છૂટ્ટી.... રાજકારણમાં ગરમાવો

01:08:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુસાઈડ કેસમાં ઘેરાયેલા મંત્રીની પંજાબ કેબિનેટમાંથી છૂટ્ટી.... </strong></span>રાજકારણમાં ગરમાવો</p>

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારમાં આજે એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લર પાસેથી તાત્કાલિક અસરથી રાજીનામું માંગી લીધું છે. વેરહાઉસ વિભાગના એક જિલ્લા મેનેજરના આત્મહત્યાના મામલે મંત્રી સામે ગંભીર આરોપો લાગતા અને વિવાદ વકરતા મુખ્યમંત્રીએ આ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પંજાબ વેરહાઉસના એક જિલ્લા મેનેજરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

જોકે, મોત પૂર્વે આ અધિકારીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થયો છે, મૃતક અધિકારીએ પોતાની માનસિક પરેશાની અને મજબૂરી વ્યક્ત કરતા સીધી રીતે મંત્રી લાલજીત સિંહ ભુલ્લર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભગવંત માને વિલંબ કર્યા વિના ભુલ્લરને મંત્રીપદ છોડવા આદેશ આપી દીધો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની સરકારમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. સત્તા પર હોય કે ન હોય, કાયદો દરેક માટે સમાન છે.  મુખ્યમંત્રીએ આત્મહત્યાના કારણોની વિધિવત અને ઝીણવટભરી તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ તપાસમાં મંત્રી લાલજીત સિંહ ભુલ્લર સિવાય અન્ય કોઈ ધારાસભ્યની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વીડિયો સામે આવતા જ વિપક્ષોએ સરકારને ઘેરી લીધી હતી અને મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી, જેનો અંત આજે રાજીનામા સાથે આવ્યો છે.