કરોડોની માલિકિન રાધિકા મર્ચન્ટે પતિ અનંત અંબાણીના જન્મદિવસ પર પહેર્યો સિંપલ સૂટ, સાદગી જોઈને બધાએ કર્યા વખાણ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જામનગરના વનતારામાં આયોજિત આ ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનમાં લેવિશ પાર્ટી સાથે હાથી સેવા અને ગૌ સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જન્મદિવસની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે સાદા અને સુંદર લુકથી બધાનું ધ્યાન ખેંચી લીધું છે.
સાદગીનું અદ્ભુત ઉદાહરણ
અંબાણી પરિવારના કાર્યક્રમો સામાન્ય રીતે રોયલ અને ભવ્ય સ્ટાઈલ માટે જાણીતા છે, પરંતુ આ વખતે રાધિકાએ સિંપલ અને સોબર અવતારમાં દેખાઈને બધાના દિલ જીતી લીધા. તેમણે એક અત્યંત સુંદર ઓરેન્જ કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો.
સૂટ સિલ્ક ફેબ્રિકનો બનેલો છે, જેના પર બારીક બુટીનું કામ અને બોર્ડર તેમજ દુપટ્ટા પર ગોટા-પટ્ટીનું સુંદર પરંપરાગત કામ કરવામાં આવ્યું છે. આ ક્લાસિક ડિઝાઈન તેમના લુકમાં પરંપરાગત ટચ ઉમેરી રહ્યું હતું, જે આ પ્રસંગ માટે એકદમ પર્ફેક્ટ હતું.

સ્ટાઈલિંગ અને જ્વેલરી
રાધિકાએ પોતાના લુકને સરળ રાખ્યો હતો. વાળ ખુલ્લા રાખ્યા હતા અને ન્યૂડ્રલ મેકઅપ કર્યું હતું. આ સિંપલ સ્ટાઈલિંગે તેમની કુદરતી સુંદરતાને વધુ ઉજાગર કરી હતી. તેઓ ખૂબ જ ફ્રેશ અને ગ્રેસફુલ દેખાઈ રહ્યા હતા. જ્વેલરી પણ મિનિમલ રાખી હતી, કાનમાં નાના ડાયમંડ સ્ટડ્સ અને હાથમાં સરળ કડાઓ પહેર્યા હતા.
બહેન સાથે ટ્વિનિંગ
રાધિકાએ આ પ્રસંગે મોટી બહેન અંજલિ મર્ચન્ટ સાથે ટ્વિનિંગ કરી હતી. બંને બહેનો એક જ ઓરેન્જ કલરના આઉટફિટમાં દેખાઈ. અંજલિએ ફ્લોરલ પ્રિન્ટવાળો ઓરેન્જ કુર્તો અને મેચિંગ દુપટ્ટો પહેર્યો હતો. પૂજા અને કેક કટિંગ વખતે બંને બહેનો એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેમની સાદગી, મુસ્કાન અને બહેનપણાની જબરદસ્ત બોન્ડિંગે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. રાધિકા મર્ચન્ટનો આ સિંપલ અને ટ્રેડિશનલ લુક અંબાણી પરિવારના ભવ્ય કાર્યક્રમમાં પણ સાદગીનું સુંદર ઉદાહરણ બની રહ્યો છે.