April 5, 2026
રાજનીતિ

શું AAPના 'પોસ્ટર બોય' રાઘવ ચઢ્ઢા બદલશે પક્ષ? જાણો કેમ કહ્યું- 'પિક્ચર હજી બાકી

01:46:00 PM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું AAPના 'પોસ્ટર બોય' રાઘવ ચઢ્ઢા બદલશે પક્ષ? </strong></span>જાણો કેમ કહ્યું- 'પિક્ચર હજી બાકી</p>

આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પક્ષના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વીડિયો જાહેર કરીને પક્ષના નેતૃત્વ સામે આરપારના જંગના સંકેત આપ્યા છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવેલી ટીકાઓ બાદ ચઢ્ઢાના આ તેવર રાજકીય તોફાન તરફ ઈશારો કરી રહ્યા છે, રાઘવ ચઢ્ઢાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં અત્યંત સૂચક કેપ્શન લખ્યું છે કે, "આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે."

આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પક્ષમાં પોતાની અવગણના અને અપમાનને સહન કરવાના મૂડમાં નથી. આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે શું રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીનો સાથ છોડી શકે છે. વીડિયોમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં પંજાબ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પંજાબ તેમના માટે માત્ર કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમની 'રુહ' છે. પક્ષ દ્વારા તેમના પર પંજાબના પ્રશ્નો સંસદમાં ન ઉઠાવવાના આરોપો લાગ્યા હતા, જેના વળતા જવાબમાં તેમણે અત્યાર સુધી સંસદમાં પંજાબના હિતમાં આપેલા ભાષણોની ક્લિપ્સ રજૂ કરી પુરાવા રજૂ કર્યા છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હરિયાણા AAPના પૂર્વ નેતા નવીન જયહિંદના વિવાદાસ્પદ નિવેદનો અને પક્ષની અંદર વધતી જતી ખાઈને જોતા પંજાબના રાજકારણમાં મોટા ધડાકાની શક્યતા છે. રાઘવ ચઢ્ઢાનો આ 'ટ્રેલર' વાળો વીડિયો આગામી સમયમાં પક્ષમાં મોટા ભંગાણ અથવા તો નેતૃત્વમાં ફેરબદલની ચેતવણી સમાન ગણાઈ રહ્યો છે.