April 5, 2026
રાજનીતિ

'ખામોશ કરવાયા ગયા હૂં, હારા નહીં હૂં'.... રાઘવ ચઢ્ઢાએ AAPની  નેતાગીરી સામે બાયો ચઢાવી

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'ખામોશ કરવાયા ગયા હૂં, હારા નહીં હૂં'.... </strong></span>રાઘવ ચઢ્ઢાએ AAPની  નેતાગીરી સામે બાયો ચઢાવી</p>

આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક ગણગણાટ હવે સપાટી પર આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલીવાર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક અને આક્રમક વીડિયો મેસેજ શેર કરતા તેમણે પાર્ટીના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. ચઢ્ઢાએ શાયરીના અંદાજમાં કહ્યું કે, "મેરી ખામોશી કો મેરી હાર મત સમજના, મુઝે ખામોશ કરવાયા ગયા હૈ, લેકિન મેં હારા નહીં હું."

નોંધનીય છે કે, 2 એપ્રિલ 2026 ના રોજ આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં મોટો ફેરબદલ કરતા રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડરના પદ પરથી મુક્ત કર્યા હતા અને તેમની જગ્યાએ પંજાબના સાંસદ અશોક કુમાર મિત્તલને આ જવાબદારી સોંપી હતી. આ ફેરબદલ બાદ રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ સંસદને પત્ર લખીને વિનંતી કરી છે કે હવેથી રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવાની તક આપવામાં ન આવે. આ બાબતે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, "જનતાના મુદ્દા ઉઠાવવા એ શું કોઈ ગુનો છે?" પોતાના વીડિયો સંદેશમાં રાઘવ ચઢ્ઢાએ અત્યાર સુધી સંસદમાં ઉઠાવેલા જનહિતના મુદ્દાઓની યાદી રજૂ કરી હતી.

તેમણે કહ્યું કે, એરપોર્ટ પર ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતો, ઝોમેટો-બ્લિંકિટના ડિલિવરી રાઈડર્સની સમસ્યાઓ, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને ટોલ પ્લાઝા પર થતી લૂંટ જેવા સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દાઓ તેમણે સંસદમાં મૂક્યા હતા. આ ઉપરાંત, મિડલ ક્લાસ પર ટેક્સનો બોજ અને ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોના થતા શોષણ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ પક્ષ સામે સીધો સવાલ કરતા કહ્યું કે, "આ મુદ્દાઓ ઉઠાવવાથી દેશના સામાન્ય લોકોને ફાયદો થયો છે, તો પછી આમ આદમી પાર્ટીને તેનાથી શું નુકસાન થયું? કોઈ મારો અવાજ કેમ બંધ કરવા માંગે છે?"

છેલ્લા કેટલાક સમયથી તેમને જાણીજોઈને મુખ્ય પ્રવાહથી દૂર રાખવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ જનતાના હિત માટે લડતા રહેશે. તેમણે લોકોનો આભાર માનતા કહ્યું કે જનતાનો અનલિમિટેડ પ્રેમ જ તેમની અસલી તાકાત છે. પાર્ટીના આ એક્શન બાદ રાઘવ ચઢ્ઢાના આક્રમક તેવરથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "મેં વો દરયા હું, જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ." આ વિધાન સૂચવે છે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે. રાઘવ ચઢ્ઢાએ જે રીતે 'મેસેજ ટુ આમ આદમી' આપ્યો છે, તે જોતા પક્ષમાં પંજાબ અને દિલ્હીના જૂથો વચ્ચેના મતભેદો હોવાની અટકળોને વેગ મળ્યો છે.

આમ આદમી પાર્ટી માટે આ સ્થિતિ પડકારજનક સાબિત થઈ શકે છે, કારણ કે રાઘવ ચઢ્ઢા પક્ષના જાણીતા અને યુવા ચહેરો છે. એક તરફ પાર્ટી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણના પ્રયાસો કરી રહી છે, પરંતુ પક્ષના નેતૃત્વ સામેનો સીધો પડકાર હોવાનું મનાય છે. 7 મે 2026ના રોજ મળનારી આગામી બેઠકો અને સંસદીય કાર્યવાહી દરમિયાન આ વિવાદની શું અસર પડશે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર રહેશે. હાલમાં તો રાઘવ ચઢ્ઢાના 'ખામોશી અને સૈલાબ' વાળા નિવેદને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને AAPમાં આંતરિક કટોકટીના સંકેતો આપ્યા છે.