April 7, 2026
લાઈફ સ્ટાઇલ

હવે વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, ડાયટમાં સામેલ કરો આ પૌષ્ટિક રાગી મસાલા ચીલા રેપ, જાણો રાગીમાંથી બનતી સ્પેશિયલ રેસીપી...

11:10:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હવે વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, </strong></span>ડાયટમાં સામેલ કરો આ પૌષ્ટિક રાગી મસાલા ચીલા રેપ, જાણો રાગીમાંથી બનતી સ્પેશિયલ રેસીપી...</p>

સામાન્ય રીતે વજન ઘટાડવાની પ્રક્રિયામાં લોકો ત્યારે જ હાર માની લેતા હોય છે જ્યારે તેમને દરરોજ એકધારું અને ફિક્કું ભોજન ખાવું પડે છે. જીભના ચટાકા અને મસાલેદાર ખાવાની ઈચ્છા ઘણીવાર ડાયટ પ્લાનને તોડી નાખે છે, પરંતુ હવે તમારે સ્વાદ સાથે સમાધાન કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે પણ રોજિંદા બાફેલા ખોરાકથી કંટાળી ગયા હોવ, તો 'રાગી મસાલા ચીલા રેપ' તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ રેપ માત્ર તમારી ખાવાની ક્રેવિંગને જ સંતોષશે નહીં, પરંતુ વજન ઘટાડવાની તમારી સફરને વધુ સ્વાદિષ્ટ અને ઝડપી પણ બનાવશે. રાગીને સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ માનવામાં આવે છે, જેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટરી ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન રહેલું છે. ફાઈબરના કારણે આ રેપ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે બિનજરૂરી સ્નેક્સ ખાવાથી બચી શકો છો, જે વજન ઉતારવા માટે અત્યંત અનિવાર્ય છે.

રાગી મસાલા ચીલા રેપ બનાવવા માટે સામગ્રી
1 કપ રાગીનો લોટ
1 ચમચી ચણાનો લોટ 
1 બારીક સમારેલી ડુંગળી
1-2 બારીક સમારેલા લીલા મરચાં
થોડા બારીક સમારેલા કોથમીર
અડધી ચમચી જીરું અને એક ચપટી હળદર
મીઠું 
અડધી ચમચી તેલ અથવા ઘી 
50 ગ્રામ છીણેલું પનીર અથવા ટોફુ 
બારીક સમારેલા શાકભાજી (કેપ્સિકમ, ગાજર, કોબી)
1 ચમચી ફુદીના અથવા ધાણાની ચટણી
થોડો ચાટ મસાલો

આ રીતે બનાવો 
આ પૌષ્ટિક રેપ તૈયાર કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તે મિનિટોમાં બની જાય છે. તેને બનાવવા માટે એક કપ રાગીના લોટમાં થોડો ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર, જીરું અને ચપટી હળદર મિક્સ કરીને સ્મૂધ બેટર તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને નોન-સ્ટિક તવા પર ધીમી આંચે ડોસાની જેમ ફેલાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવામાં આવે છે. આ રેપનો અસલી સ્વાદ અને પોષણ તેની અંદર ભરાતા સ્ટફિંગમાં રહેલું છે. તૈયાર ચીલા પર ફુદીનાની તીખી ચટણી લગાવી તેમાં પનીર અથવા ટોફુનું છીણ અને ગાજર-કેપ્સિકમ જેવી કાચી શાકભાજીઓનો ઉપયોગ કરી શકાય છે. અંતે તેના પર થોડો ચાટ મસાલો છાંટીને તેને ફોલ્ડ કરવાથી એક પરફેક્ટ હેલ્ધી રેપ તૈયાર થાય છે. આ વાનગી સવારના નાસ્તામાં અથવા તો હળવા ડિનર માટે શ્રેષ્ઠ ગણાય છે. જો તમે ગિલ્ટ-ફ્રી રીતે ડાયટ એન્જોય કરવા માંગતા હોવ, તો બહારના જંક ફૂડને બદલે આ ઘરગથ્થુ રાગી મસાલા ચીલા રેપ ચોક્કસપણે અજમાવવા જેવો છે.