April 2, 2026
રાજનીતિ

ભારતે બધું જ આપ્યું, બદલામાં ઠનઠન ગોપાલ! આસામની ધરતી પરથી રાહુલ ગાંધીનો કટાક્ષ

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભારતે બધું જ આપ્યું, બદલામાં ઠનઠન ગોપાલ! </strong></span>આસામની ધરતી પરથી રાહુલ ગાંધીનો કટાક્ષ</p>

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે આસામના કાર્બી આંગલોંગમાં એક મોટી જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે આસામને અલગ-અલગ ફૂલોના એક સુંદર 'ગુલદસ્તા' જેવું ગણાવ્યું, જેમાં દરેક ધર્મ અને જાતિના લોકો હળીમળીને રહે છે. રાહુલે કહ્યું કે ભાજપ આસામને દિલ્હીથી ચલાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસ ઈચ્છે છે કે આસામની અસલી તાકાત અહીંની જનતા અને સ્થાનિક નેતાઓના હાથમાં હોય. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, આજે આસામના તમામ મહત્વના નિર્ણયો દિલ્હીથી લેવામાં આવે છે.

તેમણે અનુચ્છેદ 244A નો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે કોંગ્રેસ હંમેશા સ્થાનિક સ્તરે સત્તા આપવામાં માને છે. તેમના મતે, આસામના પ્રશ્નોનો ઉકેલ ગુવાહાટી કે દિલ્હીમાં બેઠેલા લોકો નહીં, પણ અહીંના સ્થાનિક લોકો અને પરિષદો જ વધુ સારી રીતે લાવી શકે છે.સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા રાહુલે કહ્યું કે, ભારત આજે રશિયા કે ઈરાન જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માટે પણ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી લેવી પડે તેવી સ્થિતિમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ ભારતનો કિંમતી ડેટા અમેરિકાને સોંપી દીધો છે, જેનો ઉપયોગ હવે વિદેશી કંપનીઓ પોતાની મરજી મુજબ કરશે.

આર્થિક મુદ્દે બોલતા રાહુલે જણાવ્યું કે, ભારતે અમેરિકન કંપનીઓ પાસેથી દર વર્ષે 9 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવાનો સોદો કર્યો છે. આના કારણે ભારતના નાના વેપારીઓ અને ઉદ્યોગોને મોટું નુકસાન થશે. તેમણે સવાલ કર્યો કે, "ભારતે અમેરિકાને બધું જ આપી દીધું, પણ બદલામાં આપણને શું મળ્યું?" ઉલટું, દેશમાં ટેક્સ વધી ગયો છે અને સામાન્ય જનતા પર બોજ વધ્યો છે.

જમીન અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આસામના ગરીબોની જમીનો છીનવીને અદાણી, અંબાણી અને પતંજલિ જેવા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભારત-અમેરિકા વચ્ચેના નવા કરારોની સૌથી ખરાબ અસર ખેડૂતો પર પડી રહી છે. આ લડાઈ આસામના હક અને સ્વાભિમાનની છે, જેમાં જનતાએ જાગૃત થવાની જરૂર છે.