April 7, 2026
ગુજરાત

"મગજમારી ના કરો રહેવા દેજો" રાજકોટમાં મનપાના કર્મચારી અને AAP નેતા વચ્ચે થઈ બોલાચાલી, હોર્ડિંગ્સ હટાવવા બાબતે થઈ બબાલ... 

08:52:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"મગજમારી ના કરો રહેવા દેજો" </strong></span>રાજકોટમાં મનપાના કર્મચારી અને AAP નેતા વચ્ચે થઈ બોલાચાલી, <strong>હોર્ડિંગ્સ હટાવવા બાબતે થઈ બબાલ... </strong></p>

રાજકોટમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી વચ્ચે થયેલી બોલાચાલીએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટનાની વિગત એવી છે કે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ જ્યારે શહેરના નિર્ધારિત વિસ્તારોમાં ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી કરી રહી હતી, ત્યારે 'આપ'ના નેતા રાહુલ ભુવા અને મનપાના કર્મચારી સામસામે આવી ગયા હતા. તંત્ર દ્વારા પક્ષના પ્રચારના બોર્ડ હટાવવાની પ્રક્રિયા શરૂ કરાતા જ મામલો ગરમાયો હતો.

હોર્ડિંગ્સ હટાવવા બાબતે થઈ બબાલ

જોકે, આ વિરોધ માત્ર દલીલો સુધી સીમિત ન રહેતા ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, જ્યારે મનપાના કર્મચારીઓએ પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું, ત્યારે રાહુલ ભુવાએ આવેશમાં આવીને કર્મચારીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ બોલાચાલી દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

AAP નેતાએ મનપા કર્મચારીને આપી ધમકી 

આ ઘટના બાદ રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. એક તરફ આમ આદમી પાર્ટી. તો બીજી તરફ મનપાના કર્મચારી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં, સરકારી કામમાં દખલગીરી અને ધમકી આપવાના મામલે મનપાના કર્મચારીમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે, વહીવટી તંત્ર આ મામલે કાયદાકીય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.