April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ટિકિટ કપાતા જ ભડકો : રાજકોટ મનપા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, વોર્ડ નં. 13માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા ઉગ્ર વિરોધ...

03:57:00 PM
Save
Apr 11, 2026
Share :

ટિકિટ કપાતા જ ભડકો : રાજકોટ મનપા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, વોર્ડ નં. 13માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા ઉગ્ર વિરોધ...

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ દ્વારા ટિકિટોની જાહેરાત કરવામાં આવતા જ અનેક દાવેદારોના પત્તા કપાતા નારાજગીના સૂર ઉઠ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં સ્થિતિ વધુ તંગ બની છે, જ્યાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નીતિન રામાણી પોતાના મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપના શહેર કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચી ગયા હતા અને પક્ષના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

કમલમ ખાતે સમર્થકોનો હલ્લાબોલ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
નીતિન રામાણીના સમર્થકોએ 'કમલમ' કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. કાર્યકરોનો આક્ષેપ છે કે વર્ષોથી પક્ષ માટે વફાદાર રહીને કામ કરનારા અને લોકપ્રિય નેતાની અવગણના કરવામાં આવી છે. વિરોધ એટલો ઉગ્ર હતો કે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમલમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જૂના જોગીઓને પડતા મૂકી નવા ચહેરાઓને સ્થાન આપવાની પક્ષની રણનીતિ હવે આંતરિક વિખવાદનું કારણ બની રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

સ્થાનિક સ્તરે ખેંચતાણ અને પક્ષની પ્રતિષ્ઠા સામે સવાલ
વોર્ડ નંબર 13માં સર્જાયેલી આ સ્થિતિને કારણે ભાજપના મોવડી મંડળમાં દોડધામ મચી ગઈ છે. નીતિન રામાણીએ જે રીતે શક્તિ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે તેનાથી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર પર માઠી અસર પડવાની શક્યતા છે. હાલમાં તો કમલમ ખાતે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે અને પક્ષના વરિષ્ઠ નેતાઓ નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કાર્યકરો ટિકિટના નિર્ણયમાં ફેરફારની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે.

તો બીજી તરફ રાજકોટ વોર્ડ નં.3માં કાર્યકર્તા હેમુભાઈ પરમારને ટિકિટ ન મળતા કમલમ ખાતે તેમના સમર્થકોએ વિરોધ કર્યો હતો.