April 1, 2026
ક્રાઈમ

રાજકોટમાં કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરે 18.50 લાખ પડાવ્યા, વધુ નાણાં માટે પરિવારને ખતમ કરવાની ધમકી

10:56:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટમાં કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરે 18.50 લાખ પડાવ્યા, </strong></span>વધુ નાણાં માટે પરિવારને ખતમ કરવાની ધમકી</p>

રાજકોટના કાલાવડ રોડ પર ગુલાબ વાટિકામાં રહેતા 54 વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા વ્યાજખોરીના આંતકનો ભોગ બન્યા છે. તેમણે પોતાની આર્થિક જરૂરિયાત માટે લીધેલી રકમ સામે અનેકગણું વ્યાજ ચૂકવવા છતાં, આરોપી પ્રતિપાલસિંહ સજુભા ગોહીલ (રહે. રેલનગર) દ્વારા પજવણી ચાલુ રાખવામાં આવતા અંતે માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2023માં મોહનભાઇ મનપાના ફુલ-ઝાડને પાણી પીવડાવવાનું કામ સંભાળતા હતા. આ દરમિયાન સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલી 'માફક પાન'ની દુકાને ચા-પાણી પીવા જતી વખતે દુકાનદાર પ્રતિપાલસિંહ સાથે તેમની ઓળખાણ થઈ હતી. આરોપીએ પોતે ફાઇનાન્સનો વ્યવસાય કરતો હોવાનું જણાવી નાણાંની જરૂર હોય તો મદદ કરવાની ઓફર કરી હતી.

મજૂરોના પગાર ચૂકવવા માટે મોહનભાઇએ અલગ-અલગ સમયે કુલ ₹2.80 લાખ માસિક ૩ ટકા વ્યાજે લીધા હતા  શરૂઆતમાં 3 ટકા વ્યાજ નક્કી થયા બાદ નવેમ્બર 2013માં આરોપીએ અચાનક પલટી મારી હતી. આરોપીએ કોન્ટ્રાક્ટરની સાઇટ પર જઈ ધમકી આપી હતી કે હવેથી દર મહિને ₹2.40 લાખ વ્યાજ આપવું પડશે. ડરના માર્યા કોન્ટ્રાક્ટરે કે.કે.વી. હોલ પાસે આરોપીને રોકડા ₹2.40 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ વ્યાજ ઘટાડવાની વિનંતી કરતા દર મહિને ₹50 હજારનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો.

કોન્ટ્રાક્ટરે અલગ-અલગ સમયે વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ ₹18.50 લાખ જેવી માતબાર રકમ આરોપીને આપી દીધી હતી. આમ છતાં, વ્યાજનો એક હપ્તો મોડો પડતા આરોપીએ સાઇટ પર પહોંચીને ગ આરોપીએ ફોન પર અને અમીન માર્ગ પર રૂબરૂ મળીને કોન્ટ્રાક્ટરને ધમકાવ્યા હતા. આરોપીએ કહ્યું હતું કે, "તારે રૂપિયા આપવાના છે કે નહીં, નહીંતર તને ઉપાડી જઈશ." આટલું જ નહીં, આરોપીએ કોન્ટ્રાક્ટર સાથે મારકૂટ કરી હતી અને તેમના ભાઈ સાથે પણ ગેરવર્તન કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કંટાળીને મોહનભાઇએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રતિપાલસિંહ ગોહીલ વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.