ટિકિટ માટે મથામણનો અંત: રાજકોટ જિલ્લા પંચાયત અને લોધિકા તાલુકા પંચાયતમાં શીતલ ભુવાને ટિકિટ અપાઇ, જુઓ ઉમેદવારોનું લિસ્ટ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ માટે બ્યૂગલ વાગી ચૂક્યું છે, ત્યારે ભાજપે લાંબી મથામણ અને આંતરિક ખેંચતાણ બાદ આખરે રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પોતાના મૂરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખના માત્ર 24 કલાક પહેલાં જ ઉમેદવારોની યાદી જાહેર થતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક સંગઠન વચ્ચે ચાલેલી મેરેથોન બેઠકો બાદ તમામ બેઠકોના સમીકરણોને ધ્યાને રાખીને આખરી યાદીને મંજૂરી આપવામાં આવી છે.
ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી ચાલેલી રસાકસી બાદ જાહેર થયેલા નામોમાં આ વખતે ભાજપે અનેક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપીને ‘નો-રિપીટ’ થીયરીનો સંકેત આપ્યો છે. જોકે, બીજીતરફ વર્ષોથી પક્ષમાં સક્રિય એવા કેટલાક કદાવર નેતાઓના પત્તા કપાતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. ઉમેદવારોની જાહેરાત સાથે જ પક્ષમાં ક્યાંક વિજયનો ઉત્સાહ તો ક્યાંક નારાજગીનો સૂર પણ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે છેલ્લી ઘડીએ ખેલાયેલા આ દાવપેચ આગામી પરિણામોમાં ભાજપને કેટલી સરસાઈ અપાવે છે. આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવશે. જિલ્લા પંચાયત અને લોધિકા તાલુકા પંચાયતમાં શીતલ ભુવાને ટિકિટ અપાઇ.
1
2
3
4
5
6
7
8
9
10
11
12 
13
14
