April 1, 2026
ગુજરાત

રાજકોટના કાલાવડ રોડ પર એક નબીરાનો બેફામ આતંક, અકસ્માત સર્જી કાર ચાલક ફિલ્મી ઢબે રફુચક્કર...

12:27:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટના કાલાવડ રોડ પર એક નબીરાનો બેફામ આતંક,</strong></span> અકસ્માત સર્જી કાર ચાલક ફિલ્મી ઢબે રફુચક્કર...</p>

રાજકોટના હાર્દ સમાન ગણાતા કાલાવડ રોડ પર ગઈકાલે રાત્રે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા જ્યારે એક બેફામ બનેલા નબીરાએ પોતાની કારને જીવલેણ ગતિએ દોડાવી હતી. આ નબીરાએ માર્ગ પર જોખમી રીતે ડ્રાઈવિંગ કરીને એક વાહનને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જ્યા બાદ ઉભા રહેવાને બદલે ઘટનાસ્થળેથી ફૂલ સ્પીડે કાર ભગાડી મૂકી હતી. આ સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે, કારણ કે રહેણાક વિસ્તારમાં પણ કારની ગતિ મર્યાદા બહાર હતી. હાલમાં આ ઘટનાને અંજામ આપનાર કહેવાતા નબીરાનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ, આ વાહન રેન્ટ પર એટલે કે ભાડે લઈને હંકાવવામાં આવી રહ્યું હતું અને મોજ-શોખ ખાતર જાહેર માર્ગો પર લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. શું આ નબીરો નશાના કેફમાં હતો કે પછી માત્ર સ્ટંટ કરવાના ઈરાદે ગાડી ચલાવી રહ્યો હતો તે તપાસનો વિષય છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓએ રાજકોટના માર્ગો પર સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ વાઇરલ ફોટાના આધારે આ શખ્સ વિરુદ્ધ કેવા કડક પગલાં ભરે છે જેથી ભવિષ્યમાં આવા તત્વો બેફામ બનતા અટકે.