April 4, 2026
ગુજરાત

રાજકોટના મેટોડા GIDCમાં રબરના વેસ્ટમાં ભીષણ આગ : આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટા જોઈ લોકોમાં ફફડાટ... 

10:53:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટના મેટોડા GIDCમાં રબરના વેસ્ટમાં ભીષણ આગ : </strong></span>આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટા જોઈ લોકોમાં ફફડાટ... </p>

રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા GIDC વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મેટોડા GIDCના ગેઈટ નંબર 1 પાસે આવેલા રબરના વેસ્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં અંદાજે 1 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેવા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના કારખાનેદારો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. રબર સળગતી વખતે અત્યંત ગરમી અને ઝેરી ધુમાડો પેદા થતો હોવાથી ફાયર ફાઈટરોને કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં સતત જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. રાહતની વાત એ રહી કે આ સમગ્ર દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર તણખલું પડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.