March 31, 2026
ક્રાઈમ

ભરોસો રાખવો ભારે પડ્યો! રાજકોટમાં 'મીશા' પેઢીના નામે મિત્ર સાથે જ મિત્રએ આચરી કરોડોની છેતરપિંડી, બે આરોપી ઝડપાયા...

04:01:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભરોસો રાખવો ભારે પડ્યો! </strong></span>રાજકોટમાં 'મીશા' પેઢીના નામે મિત્ર સાથે જ મિત્રએ આચરી કરોડોની છેતરપિંડી, <strong>બે આરોપી ઝડપાયા...</strong></p>

રાજકોટ શહેરમાં મિત્ર દ્વારા જ પોતાના મિત્ર સાથે વિશ્વાસઘાત કરી રોકાણના નામે કરોડો રૂપિયા ખંખેરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ દુબઈમાં 'મીશા' નામની પેઢી રજીસ્ટર હોવાનું ખોટું કહીને રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી હતી. આ ઠગાઈમાં અનેક નિર્દોષ નાગરિકોને પોતાની મહેનતની કમાણી ગુમાવવી પડી છે, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન 1.74 કરોડ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા

આ ગંભીર ગુનાની જાણ થતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અત્યંત ઝડપથી કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ આ કૌભાંડના મુખ્ય બે આરોપીઓ ગૌરાંગ ખુંટ અને અરવિંદ ખુંટને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને તેમની પાસેથી આ સમગ્ર કૌભાંડનું નેટવર્ક સમજવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જોકે, હજુ પણ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ સાગર ખુંટ અને જ્યોત્સનાબેન ખુંટ પોલીસ પકડથી દૂર ફરાર હોવાથી તેમની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. રોકાણના નામે કરવામાં આવેલી આ ઠગાઈમાં ભોગ બનનાર અન્ય કોઈ નાગરિકો બાકી હોય તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય. પોલીસ દ્વારા સતત લોકોને આવી લાલચોથી સાવધ રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે.