April 9, 2026
ક્રાઈમ

લો બોલો! અકસ્માત સર્જીને પલાયન,  રાજકોટ પંચવટી મેઈન રોડ પર એક્ટિવા સવારને ફંગોળી કાર ચાલક ફરાર...

11:25:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>લો બોલો! અકસ્માત સર્જીને પલાયન, </strong></span> રાજકોટ પંચવટી મેઈન રોડ પર એક્ટિવા સવારને ફંગોળી કાર ચાલક ફરાર...</p>

રાજકોટ શહેર જાણે હવે નબીરાઓ માટે ખુલ્લું મેદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પંચવટી મેઈન રોડ જેવા ધમધમતા વિસ્તારમાં ગતરોજ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક શંકાસ્પદ કાળા કાચવાળી કારે રોડ પર શાંતિથી જઈ રહેલા એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ફંગોળાઈને દૂર પડ્યો હતો, પરંતુ માનવતા નેવે મૂકીને કાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ત્યાંથી પલાયન થઈ જવાનું મુનાસિબ માન્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં કારની રફ્તાર અને ચાલકની બેદરકારી સ્પષ્ટપણે દેખાય છે.

ઘટના સમયે રસ્તા પર પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોએ જ્યારે આ ઘટના જોઈ, ત્યારે તુરંત જ પોતાની માનવતા દાખવી હતી. રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના વાહનો બાજુ પર ઊભા રાખી દીધા હતા અને ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકની વહારે દોડી ગયા હતા. લોકોએ ભેગા મળીને ફંગોળાયેલા ચાલકને ઊભો કર્યો હતો અને તેને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે કાર ચાલકે ભરેલી બજારે આતંક મચાવ્યો તેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

હાલમાં આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી શકે છે. કાળા કાચવાળી આ કાર કોની હતી અને તે સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરશે. 

લોકોમાં ચર્ચા છે કે શું આ અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ નબીરાઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને છૂટી જશે? હાલ તો સીસીટીવીના ફૂટેજ જ આ ગુનાનો સૌથી મોટો પુરાવો છે.