April 2, 2026
ગુજરાત

રાજકોટ PSI ફાયરિંગ કેસમાં ACP ભાવેશ જાધવનું નિવેદન : "રિવોલ્વર સાફ કરતા સમયે થયું મિસ ફાયર, ઈજાગ્રસ્ત મહિલા અને PSI વચ્ચેના સંબંધોની પણ થશે તપાસ...

11:26:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટ PSI ફાયરિંગ કેસમાં ACP ભાવેશ જાધવનું નિવેદન : </strong></span>"રિવોલ્વર સાફ કરતા સમયે થયું મિસ ફાયર, ઈજાગ્રસ્ત મહિલા અને PSI વચ્ચેના સંબંધોની પણ થશે તપાસ...</p>

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટ ખાતે એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 2022-23ની બેચના ડાયરેક્ટ PSI તરીકે ફરજ બજાવતા એન.કે. પંડ્યા પોતાના ફ્લેટ પર હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો. ઘટના અંગે ACP ભાવેશ જાધવે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં PSI પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા તે સમયે અચાનક મિસ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં PSI પંડ્યાની સાથે તેમના ફ્લેટમાં હાજર પૂજા પરમાર નામની મહિલાને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સંવેદનશીલ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી સર્વિસ રિવોલ્વર અને ફુટેલ કાર્તૂસ કબજે કરવામાં આવ્યા છે, તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી ટેકનિકલ પાસાઓની સ્પષ્ટતા થઈ શકે. વધુમાં, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા અને PSI પંડ્યા વચ્ચેના સંબંધો તેમજ ઘટના સમયે તેમની હાજરી અંગે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે.ACP ભાવેશ જાધવ

ઉલ્લેખનીય છે કે, PSI એન.કે. પંડ્યા છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને હાલ તેઓ છેલ્લા 15 દિવસથી સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કામગીરી કરી રહ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વિભાગીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ અને જવાબદારી નક્કી થઈ શકશે.