April 2, 2026
ગુજરાત

રાજકોટ : PSIની રિવોલ્વરમાંથી અચાનક છૂટી ગોળી, રિવોલ્વર સાફ કરતા સમયે થયું મિસફાયર, PSI સહિત એક મહિલા ઈજાગ્રસ્ત

09:15:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટ : PSIની રિવોલ્વરમાંથી અચાનક છૂટી ગોળી</strong></span>, રિવોલ્વર સાફ કરતા સમયે થયું મિસફાયર, PSI સહિત એક મહિલા ઈજાગ્રસ્ત</p>

રાજકોટ શહેરના હાર્દ સમાન અને અત્યંત પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર આવેલ 'સમન્વય એપાર્ટમેન્ટ' આજે ગોળીબારના અવાજથી ધણધણી ઉઠ્યો હતો. આ ઘટના કોઈ ગુનાહિત કાવતરું નહીં, પરંતુ હથિયારની સફાઈ દરમિયાન થયેલ અકસ્માત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI  જ્યારે પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમાંથી જીવંત કારતૂસ છૂટી ગયું હતું. આ મિસફાયર એટલું જોરદાર હતું કે ગોળી PSIને ઈજા પહોંચાડીને ત્યાં હાજર એક મહિલાને પણ વાગી હતી, જેના કારણે ગણતરીની મિનિટોમાં શાંત ગણાતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રહીશોમાં ફાળ પડી હતી.

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર એપાર્ટમેન્ટને જાણે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં PSI  અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે કે આ મિસફાયર કેવી રીતે થયું.