April 2, 2026
ક્રાઈમ

જ્યાં સત્યના પ્રયોગો થયા: રાજકોટની રાષ્ટ્રીય શાળામાં પાણીના પ્લાન્ટના ઓથે ખેલાયો હવસનો ખેલ

12:45:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>જ્યાં સત્યના પ્રયોગો થયા: <span style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટની રાષ્ટ્રીય શાળામાં પાણીના પ્લાન્ટના ઓથે ખેલાયો હવસનો ખેલ</strong></span></p>

રાજકોટ શહેરની શાન અને મહાત્મા ગાંધીજીના સ્મરણો સાથે જોડાયેલી પવિત્ર સંસ્થા 'રાષ્ટ્રીય શાળા'ના પરિસરમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં સંસ્થાના પરિસરમાં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા બે સગીર વયના કિશોરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ માસૂમ સગીરોને ડરાવી-ધમકાવીને તેમનું શારીરિક શોષણ કરતા હતા.

સગીરો મજૂરી અર્થે ત્યાં આવતા હોવાથી આરોપીઓ તેમને પોતાની હવસનો શિકાર બનાવતા હતા, આરોપીઓએ સગીરોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તેઓ અત્યાર સુધી મૌન રહ્યા હતા. ઘટનાનો વિડીયો સામે આવતા જ રાજકોટ એ-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ભોગ બનનાર સગીરોની ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં જ બંને નરાધમોને દબોચી લીધા છે.

પોલીસે સંદીપ કણસાગરા ઉર્ફ લાલો પટેલ અને જયેશ મજેઠિયા નામના બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાષ્ટ્રીય શાળા એ માત્ર રાજકોટ જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકો માટે આસ્થા અને ગાંધીવિચારનું કેન્દ્ર છે.

દરરોજ સેંકડો પર્યટકો અહીં મુલાકાતે આવે છે, ત્યારે આવી પ્રતિષ્ઠિત સંસ્થાના પરિસરમાં જ સગીરો સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. સંસ્થાના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.પોલીસે આરોપીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને પોક્સો  હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વાયરલ વિડીયોના પુરાવા અને સગીરોના નિવેદન બાદ પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે.