April 7, 2026
ગુજરાત

સાહેબના પગાર કરતા 'ઉપરની કમાણી' વધુ? રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ₹5000 આપો તો તમારું કામ થાય, લાંચની માંગણી કરતો કર્મચારીનો વીડિયો વાઇરલ...

01:05:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાહેબના પગાર કરતા 'ઉપરની કમાણી' વધુ?</strong></span> રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ₹5000 આપો તો તમારું કામ થાય, <strong>લાંચની માંગણી કરતો કર્મચારીનો વીડિયો વાઇરલ...</strong></p>

રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી નાયબ કલેક્ટર ગ્રામ્ય-2 હેઠળની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગની કચેરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ચોંકાવનારા વિડિયોમાં આ કચેરીનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસેથી કામ પતાવવાના બદલામાં ખુલ્લેઆમ લાંચની માંગણી કરતો નજરે પડે છે. જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવેલા આ વિડિયોએ સરકારી કચેરીઓમાં ચાલતી 'ટેબલ નીચેની' લેતીદેતીનો પર્દાફાશ કર્યો છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અરજદાર પાસેથી ₹5000ની માંગણી કરવામાં આવે છે અને પ્રાથમિક તબક્કે ₹2000 રોકડા સ્વીકારવામાં આવે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સામાન્ય જનતાના કામો કરવામાં તંત્ર કેટલું ખરડાયેલું છે.

આ કચેરીમાં ભ્રષ્ટાચારની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ અરજદાર પોતાની ફાઈલ કે કામ લઈને અહીં આવે છે, ત્યારે તેને સીધો જવાબ આપવાને બદલે એકથી બે મહિના સુધી ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવે છે અને લાંબી તારીખો આપવામાં આવે છે. જ્યારે અરજદાર કચેરીના ચક્કર કાપીને કંટાળી જાય, ત્યારે કર્મચારીઓ દ્વારા "અમારું કંઈક સમજો" કહીને લાંચની પેશકશ કરવામાં આવે છે. આ એક એવી પૉલિસી બની ગઈ છે જેમાં મજબૂર અરજદારે પોતાનું કાયદેસરનું કામ કરાવવા માટે પણ ₹5000 જેવી રકમ તો તૈયાર જ રાખવી પડે છે. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ભ્રષ્ટ કર્મચારીઓની દૈનિક અને માસિક કમાણી જિલ્લા કલેક્ટરના પગાર કરતા પણ ક્યાંય વધારે હશે.

વિડિયોમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ ભ્રષ્ટાચારમાં માત્ર આઉટસોર્સ કર્મચારી જ નહીં, પરંતુ કચેરીના કાયમી સહ-કર્મચારીઓ પણ સંકળાયેલા છે. વાતચીત દરમિયાન કર્મચારી 'ફિરોઝ' નામના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે અને તેને પોતાના સાહેબ ગણાવે છે. આ બાબત સૂચવે છે કે આ આખું રેકેટ ભાગીદારીમાં ચાલી રહ્યું છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આ મામલે કેવા કડક પગલાં ભરે છે. શું આ ભ્રષ્ટ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે, કે પછી દર વખતની જેમ તપાસના નામે આ આખા કૌભાંડ પર ભીનું સંકેલી લેવામાં આવશે? હાલ તો આ વાઇરલ વિડિયોએ રાજકોટના સરકારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.