April 1, 2026
ગુજરાત

રાજકોટ શિક્ષિકા દુષ્કર્મ કેસમાં મોટો વળાંક : "શિક્ષિકાને સજા આપજો..." સ્યુસાઈડ વીડિયો બનાવી યુવકે કાશી વિશ્વનાથમાં ઝેરી દવા ગટગટાવી!

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટ શિક્ષિકા દુષ્કર્મ કેસમાં મોટો વળાંક : </strong></span>"શિક્ષિકાને સજા આપજો..." સ્યુસાઈડ વીડિયો બનાવી યુવકે કાશી વિશ્વનાથમાં ઝેરી દવા ગટગટાવી!</p>

રાજકોટમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ, દગો, આર્થિક શોષણ અને અંતે આત્મહત્યાના પ્રયાસના કરુણ દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે જે સંસ્થાઓ સંસ્કારનું સિંચન કરે છે, ત્યાં જ અઢી વર્ષ સુધી ચાલેલા શારીરિક અને માનસિક શોષણના આ કિસ્સાએ સમગ્ર શૈક્ષણિક આલમને હચમચાવી દીધી છે. ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આ મામલે એક નવો અને અત્યંત નાટ્યાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી ધ્રુવિલે પવિત્ર યાત્રાધામ કાશી વિશ્વનાથ ખાતે જઈને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેમની બનેની વચ્ચે થયેલાં મેસેજની ચેટ પણ વાઇરલ કરી છે.

આ ઘટના પૂર્વે તેણે એક સ્યુસાઇડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે તેની સાથે અન્યાય થયો છે અને તેની પૂર્વ શિક્ષિકાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે પોતાના પરિવાર માટે ન્યાયની માંગ કરી છે. 

આ સમગ્ર વિવાદના મૂળમાં સોશિયલ મીડિયા અને આધુનિક યુગની વિકૃત માનસિકતા જવાબદાર હોવાનું જણાય છે. અંદાજે 12 વર્ષ પહેલાં જે શિક્ષિકા પાસે આરોપી ધ્રુવિલે ધોરણ 10માં અભ્યાસ કર્યો હતો, તેની સાથે તેણે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા ફરી સંપર્ક સાધ્યો હતો. ભૂતકાળના આદરણીય સંબંધોને પ્રેમમાં પરિવર્તિત કરી આરોપીએ શિક્ષિકાને લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાના રંગીન સપના બતાવ્યા હતા. વિદેશ જવાની લાલચ અને ઉજ્જવળ ભવિષ્યની આશામાં શિક્ષિકા આ માયાવી જાળમાં ફસાઈ ગઈ હતી. આરોપીએ આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી સતત અઢી વર્ષ સુધી તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

માત્ર શારીરિક જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ આરોપીએ શિક્ષિકાને પાયમાલ કરવામાં કોઈ કસર છોડી નહોતી. વ્યવસાયમાં મોટી ખોટ ગઈ હોવાનું અને આર્થિક ભીંસનું બહાનું ધરીને તેણે શિક્ષિકાનું અસ્ત્રીધન એટલે કે સોનાના દાગીના વેચાવી દીધા હતા અને સમયાંતરે આશરે 7 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જ્યારે શિક્ષિકાને અહેસાસ થયો કે ધ્રુવિલના લગ્ન કરવાના વાયદા માત્ર પોકળ હતા અને તે માત્ર નાણાકીય તેમજ શારીરિક શોષણ કરી રહ્યો છે, ત્યારે તેમણે હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે આ મામલે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી, પરંતુ તે દરમિયાન આરોપીએ કાશીમાં જઈ આત્મઘાતી પગલું ભરતા સમગ્ર કેસમાં ગૂંચવણ વધી છે. આ આત્મહત્યાનો પ્રયાસ ગુનામાંથી બચવાનો કોઈ પેંતરો છે કે પછી હકીકત કંઈક અલગ છે.