April 1, 2026
ગુજરાત

રાજકોટની અનોખી પહેલ:  કેન્સરથી બચાવા 'વોક ફોર HPV' અભિયાન...10 કિમીની વોક કરનારને મળશે સન્માન

09:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટની અનોખી પહેલ:</strong></span>  કેન્સરથી બચાવા 'વોક ફોર HPV' અભિયાન...10 કિમીની વોક કરનારને મળશે સન્માન</p>

રાજકોટ શહેરમાં યુવતીઓ અને મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે જાગૃતિ લાવવા માટે 'કેન્સર કેર ફાઉન્ડેશન' દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આગામી 28 માર્ચના રોજ શહેરમાં વોક ફોર HPV” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય HPV વેક્સિન અંગે લોકજાગૃતિ ફેલાવવાનો છે.યુવતીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ વર્તમાન સમયમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન અત્યંત જરૂરી છે.

ખાસ કરીને યુવતીઓમાં HPV વેક્સિન પ્રત્યે હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળે છે. આ જાગૃતિ લાવવા અને વધુમાં વધુ લોકો આ રસીકરણ અભિયાનનો ભાગ બને તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આ 'વોક'નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં 10 કિમીની વોક પૂર્ણ કરનાર તમામ ઉત્સાહી સહભાગીઓને ફાઉન્ડેશન તરફથી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે. આ વોકમાં શહેરની વિવિધ હોસ્પિટલોના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાશે.

કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા રાજકોટના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, જો આપણે આજે જાગૃત થઈશું તો આવનારી પેઢીને કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવી શકીશું. આ આયોજનમાં જોડાવા માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ અત્યારથી જ ઉત્સાહ દર્શાવ્યો છે.