April 8, 2026
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : "ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન", રાજકોટ વોર્ડ નં. 17માં ટિકિટ વિવાદ પર શૈલેષ રૂપાપરાનું નિવેદન... 

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : </strong></span>"ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન", <strong>રાજકોટ વોર્ડ નં. 17માં ટિકિટ વિવાદ પર શૈલેષ રૂપાપરાનું નિવેદન... </strong></p>

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 17માં ટિકિટ ફાળવણીને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૂપાપરાએ મૌન તોડ્યું છે. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા જે નારાજગી જોવા મળી રહી છે, તેના પર પ્રતિક્રિયા આપતા રૂપાપરાએ સ્પષ્ટ કર્યું હતું કે ઘનશ્યામસિંહ તેમના ભાઈ સમાન છે અને તેમની વચ્ચેના સંબંધો પારિવારિક છે. તેમણે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2015માં તેમણે પોતે ઘનશ્યામસિંહને પોતાની સાથે ચૂંટણી લડાવ્યા હતા અને વિજયી પણ બન્યાં હતા. એટલું જ નહીં, 2021ની ચૂંટણીમાં પણ જ્યારે OBC બેઠકની વાત આવી ત્યારે તેમણે ઘનશ્યામસિંહના નામ પર મહોર લગાવી ટિકિટ અપાવી હતી, જે દર્શાવે છે કે પક્ષમાં તેમને હંમેશા માન અને સ્થાન મળ્યું છે.

ટિકિટના સમીકરણો સમજાવતા શૈલેષ રૂપાપરાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 17માં ક્ષત્રિય સમાજની પ્રતિનિધિત્વની વાત છે, ત્યાં પક્ષે પહેલેથી જ યોગીતાબા જાડેજાને ટિકિટ આપીને સમાજને પૂરતું સન્માન આપ્યું છે. ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, પાટીદાર સમાજનું વર્ચસ્વ હોવા છતાં વોર્ડ નંબર 6, 13 અને 16માં પાટીદાર સમાજને ટિકિટ મળી નથી, તેમ છતાં અમે પક્ષના શિસ્તને વરેલા છીએ અને કોઈ પણ પ્રકારની નારાજગી વ્યક્ત કરી નથી. પક્ષ જે નિર્ણય લે તે કાર્યકરોએ સ્વીકારવો જોઈએ, કારણ કે ટિકિટની વહેંચણી અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને થતી હોય છે.

વધુમાં, જેનીબેન ઠુંમર સામે કરવામાં આવેલા આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. શૈલેષ રૂપાપરાએ ભારપૂર્વક કહ્યું કે, જેનીબેન પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. પાટીદાર સમાજ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, જે તે વિસ્તારમાં જે સમાજના મતદારોની સંખ્યા વધુ હોય તે મુજબ પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. પાટીદાર મતદારોના પ્રભુત્વને કારણે જ દર ચૂંટણીમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાટીદાર સમાજના મતદારો વધુ હોવાથી દર ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવે જ છે.