April 2, 2026
બોલિવૂડ

રાજપાલ યાદવ જેલમાં હતા ત્યારે પરિવાર પર શું વીતી? પત્નીએ તોડ્યું મૌન, બોલી- ‘મારું દિલ....

10:33:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજપાલ યાદવ જેલમાં હતા ત્યારે પરિવાર પર શું વીતી? </strong></span>પત્નીએ તોડ્યું મૌન, બોલી- ‘મારું દિલ....</p>

રાજપાલ યાદવ અને તેમના પરિવાર માટે વીતેલો સમય કોઈ કસોટીથી ઓછો નહોતો. ચેક બાઉન્સના જૂના કેસમાં જ્યારે અભિનેતાને તિહાર જેલ જવું પડ્યું, ત્યારે તેમના પરિવાર પર મુસીબતોનું આભ તૂટી પડ્યું હતું. તાજેતરમાં એક ભાવુક મુલાકાતમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાએ તે કાળા દિવસોની વ્યથા વર્ણવી છે, જેમાં રાધાએ જણાવ્યું કે કેવી રીતે તેમણે હિંમત હાર્યા વગર ઘર અને બાળકોને સાચવ્યા હતા.

રાજપાલ યાદવ જ્યારે જેલના સળિયા પાછળ હતા, ત્યારે બહાર તેમની પત્ની રાધા એકલા હાથે સામાજિક અને પારિવારિક મોરચે લડી રહી હતી. રાધાએ જણાવ્યું કે તે સમય ઘણો કપરો હતો કારણ કે સોશિયલ મીડિયા પર અનેક વાતો વહેતી થઈ હતી અને ઘરમાં લગ્નનો પ્રસંગ પણ હતો. આવી સ્થિતિમાં નાની દીકરીઓને સત્ય સમજાવવું અને પરિવારને તૂટતો બચાવવો એ તેમના માટે સૌથી મોટો પડકાર હતો. રાધાના મતે, તેમનું એકમાત્ર લક્ષ્ય રાજપાલની મુક્તિ માટે પ્રયત્નશીલ રહેવાની સાથે ઘરના વાતાવરણને સકારાત્મક રાખવાનું હતું, જેથી બાળકોના માનસ પર તેની ખરાબ અસર ન પડે.

પત્નીના સંઘર્ષને જોઈને રાજપાલ યાદવ પોતે પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમના અંગત કાયદાકીય વિવાદો સાથે રાધાને કોઈ લેવાદેવા નહોતી, છતાં આખા પરિવારે જે માનસિક આઘાત (ટ્રોમા) સહન કરવો પડ્યો તેનું તેમને ભારે દુઃખ છે. રાજપાલે ગર્વ સાથે કહ્યું કે જે રીતે રાધાએ મુંબઈથી લઈને ગામડા સુધીની તમામ જવાબદારીઓ નિભાવી અને પરિવારની મર્યાદા જાળવી રાખી, તેના કારણે તેમના મનમાં પત્ની પ્રત્યેનું સન્માન અનેકગણું વધી ગયું છે. અભિનેતાએ અંતમાં સ્વીકાર્યું કે રાધાએ મુશ્કેલ સમયમાં જે બલિદાન આપ્યું છે, તેનો બદલો તેઓ ક્યારેય ચૂકવી શકશે નહીં.