April 10, 2026
Breaking News

ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ટિકિટ આપી, ખેડૂત આગેવાન રાજુ કરપડાને આપી ટિકિટ

04:37:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ટિકિટ આપી, </strong></span>ખેડૂત આગેવાન રાજુ કરપડાને આપી ટિકિટ</p>

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી-2 જિલ્લા પંચાયત બેઠક પર જાણીતા ખેડૂત અગ્રણી રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવી છે. લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નો અને ગ્રામીણ સમસ્યાઓ માટે મેદાનમાં રહેતા રાજુ કરપડાને પક્ષે મેદાનમાં ઉતારીને એક મજબૂત દાવ ખેલ્યો છે.

ભાજપે એક પાયાના અને ખેડૂતલક્ષી ચહેરા પર પસંદગી ઉતારી હોવાથી સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં તેમની પકડ અને લોકપ્રિયતા પક્ષને આ બેઠક જીતવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આગામી ચૂંટણીમાં તેઓ મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે તેના પર સૌની નજર રહેશે.