રામ જન્મોત્સવ 2026: નવપંચમ અને ગજકેસરી રાજયોગનો મહાસંગમ, જાણો કઈ રાશિના જાતકો પર થશે રામલ્લાની કૃપા
પ્રભુ શ્રીરામની ભક્તિમાં લીન થવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 2026ની રામનવમી માત્ર ધાર્મિક જ નહીં પણ જ્યોતિષીય રીતે પણ વરદાન સાબિત થવાની છે. આ વર્ષે રામ જન્મોત્સવ પર ગજકેસરી અને નવપંચમ જેવા રાજયોગોનો મહાસંગમ રચાશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓ પર પડશે. ખાસ કરીને મેષ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે આ સમય આર્થિક અને સામાજિક રીતે સુવર્ણ સાબિત થઈ શકે છે.
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ. વર્ષ 2026માં રામનવમીનું પર્વ જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત ખાસ બની રહેવાનું છે. આ વર્ષે ગ્રહોની વિશેષ ચાલને કારણે 'ગજકેસરી' અને 'નવપંચમ' જેવા શક્તિશાળી રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે શ્રદ્ધાળુઓ અને રોકાણકારો માટે શુભ સંકેત લઈને આવ્યું છે. પંચાંગ અનુસાર, વર્ષ 2026માં નવમી તિથિ બે દિવસ આવતી હોવાથી સામાન્ય જનતામાં મુંઝવણ જોવા મળી રહી છે. જોકે, શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન રામનો જન્મ બપોરે થયો હોવાથી રામનવમીની મુખ્ય ઉજવણી કરવી વધુ ફળદાયી અને શુભ માનવામાં આવે છે.
'ત્રિગ્રહી યોગ'
જ્યારે ઉદયાતિથિનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ 27 માર્ચના રોજ પણ ઉત્સવ મનાવશે,આ વર્ષે રામનવમી પર ગ્રહોનો અદભૂત મહાસંગમ રચાશે, ગજકેસરી યોગ જે ગુરુ અને ચંદ્રની યુતિથી આ શુભ યોગ બનશે, નવપંચમ રાજયોગ ગુરુ અને મંગળના સંયોગથી આ શક્તિશાળી યોગનું નિર્માણ થશે, શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી 'ત્રિગ્રહી યોગ' જેવી સ્થિતિ પણ સર્જાશે.
કઈ રાશિને અસર થશે
આ રાજયોગોની સૌથી વધુ સકારાત્મક અસર મેષ, વૃષભ અને કન્યા રાશિના જાતકો પર જોવા મળશે. આ રાશિના લોકોને આર્થિક લાભ, કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. મિથુન, સિંહ, તુલા, મકર અને કુંભ રાશિ માટે પણ સમય અનુકૂળ રહેશે, જ્યારે વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે. ભગવાન રામની વિશેષ કૃપા મેળવવા માટે ભક્તો આ દિવસે રામચરિતમાનસના બાલકાંડનો પાઠ, હનુમાન ચાલીસાનું પઠન અને પ્રભુને તુલસીના પાનનો હાર અર્પણ કરી શકે છે. રામ નામના જપ અને વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે તેમ ધર્મગુરુઓનું માનવું છે.