April 4, 2026
બોલિવૂડ

રામાયણના મેકર્સે ઠુકરાવી 700 કરોડની OTT ડીલ, 4 હજાર કરોડ વસૂલવા માટે તગડો પ્લાન

11:17:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રામાયણના મેકર્સે ઠુકરાવી 700 કરોડની OTT ડીલ, </span>4 હજાર કરોડ વસૂલવા માટે તગડો પ્લાન</p>

નમિત મલ્હોત્રા નિર્મિત ‘રામાયણ’ બે ભાગમાં બની રહી છે. ફિલ્મ એક વર્ષના અંતરે રિલીઝ થવાની છે અને મેકર્સે તેને બનાવવા માટે મોટી રકમ ખર્ચ કરી છે. હવે તેની વસૂલાતની ચર્ચા જોર પકડી છે. ફિલ્મને કરોડોની OTT ડીલ મળી હતી, પરંતુ પ્રોડ્યુસરે તેને ઠુકરાવી દીધી છે.

નમિત મલ્હોત્રાએ ઠુકરાવી 700 કરોડની OTT ડીલ
બોલીવુડ હંગામા અનુસાર, ‘રામાયણ’નું બજેટ આશરે 4000 કરોડ રૂપિયા છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ તેને એક OTT પ્લેટફોર્મ તરફથી આશરે 700 કરોડ રૂપિયાની ઑફર આવી હતી. તેમ છતાં નમિત મલ્હોત્રાએ આ 700 કરોડની OTT ડીલ ઠુકરાવી દીધી છે.

4000 કરોડ વસૂલવાની તગડી પ્લાનિંગ
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નમિત મલ્હોત્રા 700 કરોડની જગ્યાએ 1000 કરોડની OTT ડીલ ફિક્સ કરવા માંગે છે. તેઓ બજેટ વસૂલ કરવા માટે 1000 કરોડની OTT ડીલની અપેક્ષા રાખી રહ્યા છે. આમાંથી મળેલા 1000 કરોડ પછી બાકીના 3000 કરોડ ગ્લોબલ થિયેટ્રિકલ રિલીઝ સહિત અન્ય સ્ત્રોતોમાંથી વસૂલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

ધુરંધર-2ના રસ્તે ‘રામાયણ’?
રિપોર્ટ્સ અનુસાર, ‘રામાયણ’ના પ્રોડ્યુસરે પણ ‘ધુરંધર-2’નો રસ્તો અપનાવવાનું પ્લાનિંગ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, નમિત મલ્હોત્રાએ ફિલ્મના રાઈટ્સ પોતાની પાસે જ રાખ્યા છે અને યોગ્ય કિંમત મળે ત્યારે જ કોઈ સારા પાર્ટનર સાથે ડીલ કરશે. એવી પણ સંભાવના છે કે તેઓ હાલમાં માત્ર પાર્ટ-1ના રાઈટ્સ વેચી દેશે અને પાર્ટ-2ને ત્યાં સુધી પોતાની પાસે રાખશે જ્યાં સુધી પાર્ટ-1 રિલીઝ ન થઈ જાય. આ તે જ વ્યૂહરચના છે જે ‘ધુરંધર: ધ રિવેન્જ’ની ટીમે અપનાવી હતી.