April 3, 2026
બોલિવૂડ

રામાયણના ટીઝરને 21 કલાકમાં 1 કરોડ 34 લાખથી વધુ વ્યૂઝ, કરણ જોહર અને સિદ્ધાર્થ આનંદે કર્યા રણબીરના વખાણ

11:38:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રામાયણના ટીઝરને 21 કલાકમાં 1 કરોડ 34 લાખથી વધુ વ્યૂઝ</span>, કરણ જોહર અને સિદ્ધાર્થ આનંદે કર્યા રણબીરના વખાણ</p>

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અત્યંત પ્રતીક્ષિત ફિલ્મ રામાયણનું ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ થયા બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. રણબીર કપૂરને ભગવાન રામના રૂપમાં જોવા મળતા આ 2 મિનિટ 38 સેકન્ડના ધમાકેદાર ટીઝરને યુટ્યુબ પર માત્ર 21 કલાકમાં 1 કરોડ 34 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

હનુમાન જયંતીના પવિત્ર અવસરે રિલીઝ કરવામાં આવેલા આ ટીઝરના ગ્રાન્ડ લોન્ચનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. ટીઝર રિલીઝ થતાં જ દર્શકો તેના વિઝ્યુઅલ્સ, ગ્રાફિક્સ અને રણબીરના લુકથી પ્રભાવિત થઈ ગયા છે.

બોલિવુડ સિતારાઓએ કર્યા વખાણ
ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર કરણ જોહરે પોતાના અધિકૃત X (ટ્વિટર) અકાઉન્ટ પર ટીઝરની પ્રશંસા કરતાં લખ્યું: “હું રાહ જોઈ શકતો નથી. રણબીર કપૂરે ભગવાન રામના કિરદારને પૂરી શ્રદ્ધા અને પવિત્રતા સાથે જીવ્યો છે. તેમનું નામ સાંભળીને છેલ્લા સીનમાં જે રીતે તેઓ પાછા વળીને જુએ છે, તે આ ફર્સ્ટ લુકનો સૌથી શ્રેષ્ઠ ભાગ છે.”

‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે પણ ટીઝરની ખૂબ તારીફ કરી છે. તેમણે લખ્યું: “ગજબ! રણબીરે ભગવાન રામની ભૂમિકામાં કમાલ કરી દીધી છે. આ વર્ષે દિવાળીની રાહ જોઈ શકતો નથી. નિતેશ સર, તમારી કલા વાકેઈ શાનદાર છે. નમિત, તમે તમારું વચન પૂરું કરી દીધું.”

ટીઝર વાયરલ
માત્ર 21 કલાકમાં 1 કરોડ 34 લાખથી વધુ વ્યૂઝ મેળવીને આ ટીઝરે બોલિવુડમાં નવો રેકોર્ડ સર્જવાની તૈયારી કરી છે. ટીઝરમાં રણબીર કપૂરના રામ અવતારના લુક, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગ્રાન્ડ સ્કેલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની સંભાવના છે
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. આ મેગા બજેટ ફિલ્મનું બજેટ આશરે 4000 કરોડની આસપાસ હોવાની વાતો છે. ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની સંભાવના છે. બોલિવુડના મોટા સિતારાઓની આ તારીફથી ફિલ્મની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. હવે દર્શકો દિવાળી ૨૦૨૬ની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ ઐતિહાસિક ફિલ્મ બિગ સ્ક્રીન પર આવશે.