April 8, 2026
બોલિવૂડ

માત્ર ભવ્યતા જ નહીં, સિક્રસી પણ હાઈ-લેવલ: સંજય લીલા ભણસાલીએ ટીમ પાસે સાઈન કરાવ્યા સખત સિક્રેટ એગ્રીમેન્ટ

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માત્ર ભવ્યતા જ નહીં, સિક્રસી પણ હાઈ-લેવલ: </strong></span>સંજય લીલા ભણસાલીએ ટીમ પાસે સાઈન કરાવ્યા સખત સિક્રેટ એગ્રીમેન્ટ</p>

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ અત્યારે બોલિવૂડની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ જેવા દિગ્ગજ કલાકારો એકસાથે પડદા પર જોવા મળશે. આ એક ભવ્ય ટ્રાયંગલ લવ સ્ટોરી હોવાનું મનાય છે, જે ભણસાલીની સિગ્નેચર સ્ટાઈલ મુજબ ખૂબ જ મોટા સ્કેલ પર શૂટ કરવામાં આવી રહી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકારોના લુક કે સેટની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર લીક ન થાય તે માટે ભણસાલીએ સખત 'નો-ફોન' પોલિસી અમલી બનાવી છે.

સેટ પર કામ કરતા નાનામાં નાના ક્રૂ મેમ્બરથી લઈને મુખ્ય કલાકારો સુધી તમામે અંદર પ્રવેશતા પહેલા પોતાનો મોબાઈલ ફોન સિક્યુરિટી કાઉન્ટર પર જમા કરાવવો પડે છે. સામાન્ય રીતે મોટા સુપરસ્ટાર્સ માટે સેટ પર નિયમોમાં થોડી છૂટછાટ હોતી હોય છે, પરંતુ ભણસાલીના સેટ પર રણબીર કપૂર, આલિયા ભટ્ટ કે વિક્કી કૌશલ માટે પણ કોઈ વિશેષ સવલત નથી. આ સ્ટાર્સે પણ શૂટિંગ દરમિયાન મોબાઈલ વગર જ કામ કરવું પડે છે. ભણસાલીનું માનવું છે કે ડિજિટલ સાધનોથી દૂર રહેવાથી કલાકારો પોતાના પાત્રમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. માત્ર મોબાઈલ પર પ્રતિબંધ જ પૂરતો નથી, ભણસાલીએ પોતાની આખી ટીમ પાસે નૉન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઈન કરાવ્યા છે.

આ કાયદાકીય કરાર હેઠળ જો કોઈ પણ વ્યક્તિ ફિલ્મની સ્ક્રિપ્ટ, ડાયલોગ કે અન્ય કોઈ પણ માહિતી બહાર લીક કરશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાંથી ફિલ્મની સિક્રસી જળવાઈ રહે છે. ભૂતકાળમાં ઘણી ફિલ્મોના શૂટિંગ વીડિયો કે ફોટા લીક થવાથી પ્રેક્ષકોમાં જે આતુરતા હોવી જોઈએ તે ઓછી થઈ જતી હોય છે. ભણસાલી ઈચ્છે છે કે ‘લવ એન્ડ વોર’ માં રણબીર, વિક્કી અને આલિયાનો જે લુક છે, તે સીધો મોટા પડદા પર જ લોકો સામે આવે. આ જ કારણ છે કે લોકેશન પર બાહ્ય વ્યક્તિઓના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભણસાલીની આ કડક શિસ્ત અને રહસ્યમયી વાતાવરણને કારણે ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જ્યારે કોઈ પ્રોજેક્ટને આટલી હદે ગુપ્ત રાખવામાં આવે છે, ત્યારે લોકોમાં એવી ધારણા બંધાય છે કે ફિલ્મમાં કંઈક ખૂબ જ અદભૂત અને નવું જોવા મળશે. ‘લવ એન્ડ વોર’ આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે અને અત્યારે તેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.