April 2, 2026
બોલિવૂડ

રણબીર બન્યા રામાયણના રામ, હનુમાન જયંતીના દિવસે દેખાશે પહેલી ઝલક, સેન્સર બોર્ડમાંથી મળ્યું ગ્રીન સિગ્નલ

12:14:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રણબીર બન્યા રામાયણના રામ, </span>હનુમાન જયંતીના દિવસે દેખાશે પહેલી ઝલક, સેન્સર બોર્ડમાંથી મળ્યું ગ્રીન સિગ્નલ</p>

રણબીર કપૂર અભિનીત નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર 2 એપ્રિલે રિલીઝ થવાનું છે. હનુમાન જયંતીના પવિત્ર દિવસે આ ટીઝર રિલીઝ થશે. રિલીઝ પહેલાં જ આ ટીઝરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયો છે.

‘રામ’ નામના આ ટીઝરનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ ટીઝરને ‘U’ (યુનિવર્સલ) સર્ટિફિકેટ મળ્યું છે, જેથી તમામ વયના લોકો તેને આરામથી જોઈ શકશે. રિપોર્ટ્સ અનુસાર, આ ટીઝરની લંબાઈ 2 મિનિટ 38 સેકન્ડ છે, જે સામાન્ય ટ્રેલર જેટલી લાંબી છે. ફેન્સને આમાં ફિલ્મની ભવ્યતા અને VFXની સારી ઝલક જોવા મળશે.

અત્યાર સુધીમાં શું રિલીઝ થયું છે?
મેકર્સે અગાઉ ‘રામાયણમ્: ધ ઇન્ટ્રોડક્શન’ નામનો 3 મિનિટ 3 સેકન્ડનો વીડિયો રિલીઝ કર્યો હતો. તેમાં રણબીર કપૂર ભગવાન રામ અને યશ રાવણ તરીકે દેખાયા હતા. આ વીડિયોમાં ફિલ્મની ગ્રાન્ડ વિઝ્યુઅલ અસર અને VFXની ઝલક જોવા મળી હતી.

2 એપ્રિલે આવશે નવુ ટીઝર
પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, હનુમાન જયંતીના દિવસે 2 એપ્રિલે આ ટીઝર રિલીઝ કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ કથા અમારા બધાની છે અને તેને પૂરી શ્રદ્ધા અને સન્માન સાથે બનાવવામાં આવી રહી છે.”

ફિલ્મની મુખ્ય કાસ્ટ
રણબીર કપૂર — ભગવાન રામ  
યશ — રાવણ  
સાઈ પલ્લવી — સીતા  
રવિ દુબે — લક્ષ્મણ  
સની દેઓલ — હનુમાન  

ફિલ્મનું સંગીત હેન્સ ઝિમર અને એ.આર. રહેમાન સંયુક્ત રીતે તૈયાર કરી રહ્યા છે.

રિલીઝ ડેટ
ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે.  
પહેલો ભાગ: દિવાળી 2026  
બીજો ભાગ: દિવાળી 2027