April 1, 2026
બોલિવૂડ

રણવીર સિંહ ઉર્ફે...? જાણો બોલિવૂડના એનર્જી કિંગનું અનોખું નિકનેમ

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p>રણવીર સિંહ ઉર્ફે...? <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જાણો બોલિવૂડના એનર્જી કિંગનું અનોખું નિકનેમ</strong></span></p>

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અત્યારે તેની લેટેસ્ટ ફિલ્મ 'ધુરંધર 2' ની અભૂતપૂર્વ સફળતાને કારણે સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને ચાહકો અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રણવીર સિંહનું નામ અત્યારે સોશિયલ મીડિયાથી લઈને બોક્સ ઓફિસ સુધી દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક ઈન્ડિયન સ્પાઈ એજન્ટ 'જસકીરત સિંહ રાંગી' ના અત્યંત પડકારજનક પાત્રમાં જોવા મળ્યો છે. ફિલ્મની વાર્તા મુજબ તે પાકિસ્તાનમાં 'હમઝા' નામનું છદ્મ નામ ધારણ કરીને મિશન પાર પાડે છે.

આ ડ્યુઅલ શેડ વાળા પાત્રને પ્રેક્ષકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને તેના અભિનયના ચોમેર વખાણ થઈ રહ્યા છે. 'ધુરંધર 2' એ રિલીઝના પહેલા જ દિવસે કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર જે રીતે ઓપનિંગ લીધું છે તેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે, હમઝા તરીકે જાણીતા બનેલા રણવીર સિંહના અંગત જીવન વિશે પણ હવે ચાહકોમાં કુતૂહલ જાગ્યું છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે દુનિયા માટે સુપરસ્ટાર એવો રણવીર તેના પરિવાર અને મિત્રો માટે શું છે? આ ઉત્તેજના વચ્ચે રણવીરના 'નિકનેમ' એટલે કે હુલામણા નામનો રસપ્રદ ખુલાસો થયો છે. રણવીર સિંહનું નિકનેમ 'રેમ્બો' છે. તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો તેને છેલ્લા ઘણા વર્ષોથી આ જ નામથી બોલાવે છે.  ભલે તે પડદા પર ગંભીર જાસૂસ કે રોમેન્ટિક હીરો તરીકે દેખાય, પરંતુ તેના અંગત વર્તુળમાં તેની ઓળખ આજે પણ 'રેમ્બો' તરીકેની જ છે. આ નામ તેની અખૂટ ઉર્જા અને જોશીલા સ્વભાવ સાથે સુસંગત લાગે છે.

રણવીર સિંહે વર્ષ 2010માં 'બેન્ડ બાજા બારાત' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આજે તેને ફિલ્મ ઉદ્યોગમાં 16 વર્ષ પૂર્ણ થયા છે. આ 16 વર્ષોમાં તેણે એકથી એક ચડિયાતી ફિલ્મો આપીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. 'ધુરંધર' સીરીઝની સફળતાએ તેના કરિયરને હવે એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધું છે.