April 1, 2026
બોલિવૂડ

'કાંતારા' વિવાદ મામલે રણવીર સિંહને મંદિરે આવી માફી માંગશે : હાઈકોર્ટે કહ્યું- 'ભૂલ કરી છે તો પસ્તાવો હોવો જોઈએ'

02:27:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">'કાંતારા' વિવાદ મામલે રણવીર સિંહને મંદિરે આવી માફી માંગશે :</span> હાઈકોર્ટે કહ્યું- 'ભૂલ કરી છે તો પસ્તાવો હોવો જોઈએ'</strong></p>

કલાકારો અને જાહેર હસ્તીઓ સમાજમાં પ્રભાવશાળી સ્થાન ધરાવે છે, તેથી તેમના દ્વારા બોલાયેલો એક-એક શબ્દ લાખો લોકોની લાગણીઓને સ્પર્શી શકે છે. ખાસ કરીને જ્યારે વિષય ધાર્મિક આસ્થા અને પરંપરાઓનો હોય, ત્યારે કલાત્મક પ્રશંસા અને અપમાન વચ્ચેની પાતળી રેખા ઓળંગવી વિવાદોને જન્મ આપે છે. રણવીર સિંહ સામેનો આ કિસ્સો દર્શાવે છે કે સેલિબ્રિટીઝે તેમની સામાજિક જવાબદારી પ્રત્યે વધુ સજાગ રહેવાની જરૂર છે, કારણ કે તેમની અયોગ્ય ટિપ્પણીઓ માત્ર કાનૂની જ નહીં પણ સામાજિક સંઘર્ષનું કારણ પણ બની શકે છે.

કોર્ટમાં સુનાવણી: જસ્ટિસ નાગપ્રસન્નાની કડક ટકોર

આજે 24 માર્ચના રોજ કર્ણાટક હાઈકોર્ટમાં રણવીર સિંહ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાહેર હસ્તીઓએ સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. અભિનેતાની ટિપ્પણીઓને 'અયોગ્ય' ગણાવતા કોર્ટે કહ્યું કે તેમની સામાન્ય લોકો પર ઊંડી અસર હોય છે.

ફરિયાદ પક્ષના વકીલે રણવીરની સોશિયલ મીડિયા પરની માફીને 'નકલી' ગણાવી હતી. કોર્ટે સૂચવ્યું કે જો જરૂર પડે તો રણવીરે રૂબરૂ કોર્ટમાં આવીને માફી માંગવી જોઈએ અને પસ્તાવો વ્યક્ત કરવો જોઈએ. રણવીરના વકીલે ખાતરી આપી છે કે અભિનેતા માફીનું એફિડેવિટ ફાઈલ કરશે અને ચામુંડી હિલ્સની મુલાકાત પણ લેશે. કોર્ટે ટકોર કરી કે, "તમારે ચોક્કસપણે મંદિર જવું જોઈએ, કારણ કે તમારાથી ભૂલ થઈ છે."

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ નવેમ્બર 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન શરૂ થયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર 'પંજુરલી' અને 'ગુલિગા' દૈવા (જે ફિલ્મ 'કાંતારા' દ્વારા લોકપ્રિય થયા છે) ના પવિત્ર હાવભાવની નકલ કરી તેની હાંસી ઉડાવી હતી. તેમણે ચામુંડી દેવતાને 'મહિલા ભૂત' તરીકે સંબોધ્યા હોવાનો આરોપ છે, જે કર્ણાટકના લોકો માટે અત્યંત પૂજનીય દેવી છે. રણવીર સિંહે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર ઋષભ શેટ્ટીના અભિનયના વખાણ કરી રહ્યા હતા, પરંતુ લોકોએ તેને ખોટી રીતે લીધું છે.

આગામી કાર્યવાહી

હાઈકોર્ટે આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી 10 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભવનાની પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ કઈ રીતે કોર્ટ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારે છે.