April 1, 2026
સ્પોર્ટ્સ

રાશિદ ખાનનું 'ગુજરાત ટાઇટન્સ'માં ભવ્ય સ્વાગત: ગત સીઝનનો ફ્લોપ શો ભૂલી નવા ફોર્મ સાથે મેદાનમાં ઉતરશે

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રાશિદ ખાનનું 'ગુજરાત ટાઇટન્સ'માં ભવ્ય સ્વાગત: </span>ગત સીઝનનો ફ્લોપ શો ભૂલી નવા ફોર્મ સાથે મેદાનમાં ઉતરશે</strong></p>

IPL 2026 ની સીઝન શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ ફ્રેન્ચાઈઝીઓએ મેદાન પર પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટના આ મહાકુંભ માટે ખેલાડીઓના આગમન સાથે જ પ્રેક્ટિસ કેમ્પમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર અને અફઘાનિસ્તાનના દિગ્ગજ બોલર રાશિદ ખાન આગામી IPL 2026 માટે ટીમ સાથે જોડાઈ ગયા છે. ગત સીઝનમાં ટીમ માટે સંઘર્ષ કરનાર રાશિદ પાસેથી આ વર્ષે મેનેજમેન્ટ અને ચાહકોને મોટી અપેક્ષાઓ છે. ટાઇટન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાશિદના આગમન અંગે "ગુજરાતનું ગૌરવ ઘરે આવી ગયું છે" કહીને ખાસ પોસ્ટ શેર કરી છે.

રાશિદ ખાનનું ફોર્મ અને આંકડા:

IPL 2025: ગત વર્ષે રાશિદનું પ્રદર્શન નબળું રહ્યું હતું, જેમાં તેણે 15 મેચમાં માત્ર 9 વિકેટ ઝડપી હતી અને 9.35 ના મોંઘા ઈકોનોમી રેટથી રન આપ્યા હતા.

T20 World Cup 2026: જોકે, તાજેતરના વર્લ્ડ કપમાં તે ફોર્મમાં પરત ફર્યો છે. તેણે 4 મેચમાં 6 વિકેટ ઝડપી છે અને માત્ર 6.68 ના શાનદાર ઈકોનોમી રેટથી બોલિંગ કરી છે.

ગુજરાત ટાઇટન્સની મજબૂત કડીઓ

ટીમ ગત સીઝનમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ 14 માંથી 9 મેચ જીતીને એલિમિનેટર સુધી પહોંચી હતી. ગત વર્ષના કેટલાક સ્ટાર પર્ફોર્મર્સ નીચે મુજબ છે:

સાઈ સુદર્શન: 15 મેચમાં 759 રન (સ્ટ્રાઈક રેટ 156).

શુભમન ગિલ: 15 મેચમાં 650 રન (સ્ટ્રાઈક રેટ 144).

પ્રસિદ્ધ કૃષ્ણા: બોલિંગમાં તરખાટ મચાવતા 15 મેચમાં 25 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો.

નવા ખેલાડીઓનું આગમન:

આ સીઝન માટે ગુજરાતે હરાજીમાં Jason Holder, Tom Banton અને Luke Wood જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ખાસ કરીને જેસન હોલ્ડરના આવવાથી ટીમનું ઓલરાઉન્ડ સંતુલન વધુ મજબૂત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રાશિદ ખાન તેના વર્લ્ડ કપના ફોર્મને આ સીઝનમાં પણ જાળવી રાખે છે કે નહીં.