રશ્મિકા-વિજયે લગ્નના એક મહિનામાં જ આપી 'ગુડ ન્યૂઝ', સોશિયલ મીડિયા પર ફેન્સ થયા સરપ્રાઈઝ...
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ બની ગયા છે. ગત 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં શાહી ઠાઠથી લગ્ન કરીને આ જોડીએ સૌને ચોંકાવી દીધા હતા, ત્યારે હવે લગ્નના બરાબર એક મહિના બાદ ફરી એકવાર આ કપલે ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા લખ્યું કે 'હવે અમે બે થી ત્રણ થઈ ગયા છીએ', આ કેપ્શન વાંચતાની સાથે જ ચાહકોમાં ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ તરત જ આ જોડીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું અને અનેક ફેન્સે તો પૂછવાનું પણ શરૂ કર્યું કે શું રશ્મિકા પ્રેગ્નેન્ટ છે?
જોકે, આ સમગ્ર મામલા પાછળનું સત્ય કંઈક અલગ જ છે જે જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં રશ્મિકા અને વિજયે કોઈ પારિવારિક ખુશખબરી નહીં પણ એક પ્રોફેશનલ ગુડ ન્યૂઝ શેર કરી છે. આ જોડીએ જાણીતા પ્લેટફોર્મ 'ટેરીબલી ટાઈની ટેલ્સ' (Terribly Tiny Tales) સાથે જોડાણ કર્યું છે, જે ટૂંકી વાર્તાઓ માટે ઇન્ટરનેટ પર ખૂબ જ ફેમસ છે. રશ્મિકાના 'બે થી ત્રણ' થવાના સ્ટેટમેન્ટનો અર્થ આ ત્રીજા પ્લેટફોર્મ સાથેના કોલેબરેશન સાથે જોડાયેલો હતો. લગ્ન બાદ પણ વિજય અને રશ્મિકા પોતાના કામ પ્રત્યે એટલા જ સમર્પિત છે અને સતત નવા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યા છે, જે તેમના પ્રશંસકો માટે ખરેખર આનંદની વાત છે.