April 1, 2026
સ્પોર્ટ્સ

RCB ના માલિક બદલાયા: આદિત્ય બિરલા ગ્રુપે 16,706 કરોડમાં ખરીદી

04:09:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">RCB ના માલિક બદલાયા: </span>આદિત્ય બિરલા ગ્રુપે 16,706 કરોડમાં ખરીદી</strong></p>

ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં એક મોટો વ્યાપારી સોદો થયો છે. આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના એક કન્સોર્ટિયમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફ્રેન્ચાઇઝીને તેના વર્તમાન માલિક યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસેથી 16,706 કરોડ રૂપિયાની જંગી રકમમાં સંપૂર્ણપણે ખરીદી લીધી છે. આ સોદા સાથે RCB ની માલિકી હવે નવા હાથમાં ગઈ છે.

કન્સોર્ટિયમમાં કોનો-કોનો સમાવેશ થાય છે ?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ખરીદનાર આ નવા કન્સોર્ટિયમમાં દેશના મોટા ઔદ્યોગિક અને મીડિયા ગૃહો જોડાયેલા છે. આ ડીલમાં આદિત્ય બિરલા ગ્રુપ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોનની કાયમી ખાનગી ઇક્વિટી વ્યૂહરચના ધરાવતી કંપની BXPEનો પણ આ કન્સોર્ટિયમમાં સમાવેશ થાય છે.

યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ દ્વારા 100 ટકા હિસ્સાનું વેચાણ 

RCB ના અત્યાર સુધીના માલિક યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડે ગઈકાલે આ ઐતિહાસિક ડીલની સત્તાવાર જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ‘રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’માં પોતાનો 100 ટકા ઇક્વિટી હિસ્સો નવા કન્સોર્ટિયમને વેચવા માટે ચોક્કસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે યુનાઇટેડ સ્પિરિટ્સનો ફ્રેન્ચાઇઝી પરનો સંપૂર્ણ અધિકાર સમાપ્ત થયો છે.

પુરુષ અને મહિલા બંને ટીમોનો સોદામાં સમાવેશ 

નોંધનીય છે કે, 16,706 કરોડ રૂપિયાના આ ઐતિહાસિક વ્યાપારી વ્યવહારમાં માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારી RCB ની પુરુષ ટીમ જ નહીં, પરંતુ મહિલા પ્રીમિયર લીગમાં ભાગ લેનારી મહિલા ટીમનો પણ સમાવેશ થાય છે. RCSPL રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ  ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જે હવે આદિત્ય બિરલા ગ્રુપ અને તેના ભાગીદારોના નેતૃત્વ હેઠળ નવી દિશામાં આગળ વધશે.