April 1, 2026
લાઈફ સ્ટાઇલ

realme 16 5G 2 એપ્રિલે લોન્ચ થશે; ડ્યુઅલ 50MP કેમેરા અને સેગમેન્ટમાં પ્રથમ 'રિયર સેલ્ફી મિરર' ધરાવશે

05:19:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">realme 16 5G 2 એપ્રિલે લોન્ચ થશે;</span> ડ્યુઅલ 50MP કેમેરા અને સેગમેન્ટમાં પ્રથમ 'રિયર સેલ્ફી મિરર' ધરાવશે</strong></p>

સ્માર્ટફોન માર્કેટમાં ફોટોગ્રાફી અને પ્રીમિયમ ડિઝાઇનના વધતા ક્રેઝ વચ્ચે, રિયલમી દ્વારા 2 એપ્રિલના રોજ ભારતમાં તેનો નવો ધમાકેદાર સ્માર્ટફોન 'realme 16 5G' લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફોન તેના દમદાર કેમેરા ફીચર્સ અને અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇનની સાથે 7000mAh ની વિશાળ બેટરી માટે ટેક જગતમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

ડ્યુઅલ 50MP કેમેરા અને અનોખો 'રિયર સેલ્ફી મિરર' 

આ નવા સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની ઇમેજિંગ ટેકનોલોજી છે. ફોનમાં 50MP નો ફ્રન્ટ કેમેરા અને Sony IMX 852 સેન્સરથી સજ્જ 50MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જે શાનદાર પોટ્રેટ શોર્ટ્સ ખેંચવામાં મદદ કરશે. આ ઉપરાંત, આ સેગમેન્ટમાં પ્રથમ વખત રિયર કેમેરાની સાથે 'સેલ્ફી મિરર' આપવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે પાછળના પાવરફુલ કેમેરાથી પણ પોતાનો ચહેરો જોઈને એકદમ સ્પષ્ટ અને સચોટ સેલ્ફી લઈ શકશે.

AI ના શાનદાર ફીચર્સ અને 'વાઇબ માસ્ટર મોડ' 

ફોટોગ્રાફીને વધુ બહેતર બનાવવા માટે આ ફોનમાં આધુનિક AI ફીચર્સ સામેલ કરાયા છે. "Say Hi" જેસ્ચર-આધારિત કેપ્ચર અને રિંગ ફ્લેશની સુવિધા ફોટોગ્રાફીને સરળ બનાવે છે. તેમાં રહેલી LumaColor IMAGE ટેકનોલોજી કુદરતી સ્કિન ટોન જાળવી રાખે છે. જ્યારે 'AI Edit Genie' દ્વારા યુઝર્સ ફોટામાં હેરસ્ટાઇલ, આઉટફિટ અને બેકગ્રાઉન્ડ પણ સરળતાથી બદલી શકશે. એટલું જ નહીં, 'AI Instant Clip' ફોટાને ટૂંકા વિડિયો કન્ટેન્ટમાં ફેરવી દેશે. સાથે જ 'Vibe Master Mode' માં લાઈવલી, ફેસ્ટિવલ અને સેરેમની જેવા પ્રીસેટ્સનો ઉપયોગ કરીને ફોટાના મૂડને કસ્ટમાઇઝ કરી શકાશે.

અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇનમાં 7000mAh ની પાવરફુલ બેટરી 

ડિઝાઇન અને પરફોર્મન્સની વાત કરીએ તો, realme 16 5G ને 'એર-ઇન્સ્પાયર્ડ' લાઇટવેઇટ અને અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને અત્યંત પ્રીમિયમ લુક પ્રદાન કરે છે. આટલી પાતળી બોડી હોવા છતાં કંપનીએ તેમાં 7000mAh ની જમ્બો બેટરી આપી છે, જે યુઝર્સને વારંવાર ચાર્જિંગની ઝંઝટમાંથી મુક્તિ આપશે અને લાંબા સમય સુધી અવિરત પરફોર્મન્સની ખાતરી આપશે.